જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલથી રાજકોટ ખાતે ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ટેસ્ટ મેચ રોમાંચક બની શકે છે. બંને ટીંમો મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓને તક આપવા માટે તૈયાર છે. કેટલાક યુવા સ્ટાર માટે તો આ શ્રેણી ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી કરવા માટે મંચ તરીકે સાબિત થનાર છે. ભારત તરફથી ટેસ્ટ મેચમાં પૃથ્વી શો, મયંક અગ્રવાલ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ એન્ટ્રી કરી શકે છે.૨૦૧૬માં વેસ્ટઇન્ડિઝના પ્રવાસમાં ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. આ વખતે પણ ટીમ પાસે આવા જ દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
જેસન હોલ્ડર ઓલરાઉન્ડ તરીકે ઉભરીને આવ્યો છે. તે ૨૬ વર્ષીય છે અને બે સદી અને સાત અડધી સદી ફટકારી ચુક્યો છે. ઉપરાંત ૩૪ ટેસ્ટ મેચોમાં ૮૧ વિકેટ પણ ઝડપી ચુક્યો છે. દેવેન્દ્ર બિસુ, ગાબ્રિયેલ, કિરેન પોવેલ, ક્રેગ બ્રેથવેઇટ પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીજી બાજુ વિરાટ કોહલી પણ વધુ એક રેકોર્ડ બનાવવા મેદાનમાં ઉતરશે. વિન્ડિઝ સામે બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં કોહલી ૧૫ સભ્યોની ટીમનું નેતૃત્વ કરનાર છે. એશિયા કપમાં વિરાટ કોહલી રમ્યો ન હતો. વિરાટ કોહલી બીજી વખત ટીમ ઇન્ડિયા સાથે વિન્ડિઝ શ્રેણીમાં જાડાશે. વિરાટ કોહલી દરેક નવી શ્રેણીમાં નવા રેકોર્ડ સાથે ઉતરી રહ્યો છે. વિÂન્ડઝ સામે ૫૩૯ રનના રેકોર્ડથી તે પાછળ રહેલો છે. વિન્ડિઝ સામે સુનિલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ૨૭૪૬ રન કર્યા છે. બીજી બાજુ વેસ્ટ ઇન્ડિઝને રાજકોટ ટેસ્ટ મેચની શરૂઆત પહેલા જ મોટો ફટકો પડ્યો છે. કારણ કે ઝડપી બોલર રોચ રમનાર નથી. વિન્ડીઝના કોચ સ્ટુઅર્ટ લોએ કહ્યું છે કે, કેમાર રોચ ખુબ જ અનુભવી ઝડપી બોલર છે. તેની પાસે કુશળતા રહેલી છે. ભારતમાં તે શાનદાર દેખાવ કરી ચુક્યો છે. રોચ વેસ્ટઇન્ડિઝના અનુભવી ખેલાડી પૈકીનો છે.
તે ૪૮ ટેસ્ટ મેચોમાં ૨૮.૩૧ રનની સરેરાશ સાથે ૧૬૩ વિકેટ ઝડપી ચુક્યો છે. વિન્ડિઝની ટીમમાં હજુ પણ ઝડપી આક્રમકની ટીમ છે જેમાં ગાબ્રિયેલ ૩૭ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જેસન હોલ્ડર ૩૪ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. કિમો પોલ એક ટેસ્ટ મેચ અને સરમન લુઇસ નવો ખેલાડી છે. આ ઝડપી બોલરો ભારતીય ટીમને મુશ્કેલીમાં મુકી શકે છે. લુઇસને જાસેફની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે. અમારી પાસે કિમો પોલ અને લુઇસ જેવા પ્રતિભાશાળી ખેલાડી છે.ભારતીય ટીમ હોટફેવરીટ તરીકે દેખાઇ રહી છે. ટીમ ઇÂન્ડયા હાલમાં એશિયા કપ જીતીને પરત ફરી છે. જા કે ટેસ્ટ ટીમમાં ખેલાડીઓ બદલાઇ ગયા છે.
રહાણે, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, અને વિરાટ કોહલી પર તમામ બાબતો આધારિત રહેલી છે. પુજારાએ હજુ સુધી ૬૨ ટેસ્ટ મેચો રમી છે જે પૈકી ૧૫ સદી સાથે ૪૮૦૯ રન કર્યા છે. આવી જ રીતે રહાણેએ ૫૦ ટેસ્ટ મેચ રમી છે અને નવ સદી સાથે ૩૧૫૦ રન કર્યા છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાના નામ પર કર્યા છે. તે ૭૧ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જેમાં ૨૩ સદી સાથે ૬૧૪૭ રન બનાવી ચુક્યો છે. તે ૧૯ અડધી સદી પણ ફટકારી ચુક્યો છે. તેના ધરખમ દેખાવના કારણે જ ભારતીય ટીમ હાલમાં ટેસ્ટ મેચોમા પણ જારદાર દેખાવ કરી રહી છે. મેચને લઇને રાજકોટમાં તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે.