ગાંધી જ્યંતિ પ્રસંગે રૂપાણી દ્વારા ખાદીની ખાસ ખરીદી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ:  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૦મી ગાંધી જન્મજ્યંતિની ઉજવણીના પ્રારંભ વર્ષે આજે ગાંધી જ્યંતિ નિમિત્તે ખાદી વસ્ત્ર ખરીદ કરીને ખાદી વણાટ સાતે સંકળાયેલા ગ્રામીણ ગરીબ પરિવારોના ઘરમાં આર્થિક ઉન્નતિનો ઉજાસ પ્રસરાવ્યો હતો. વિજય રૂપાણીએ બીજી ઓક્ટોબર ૨૦૧૮ ગાંધી જ્યંતિએ અમદાવાદના ગ્રામશિલ્પ ખાદી હાટમાં જઇને ખાદી ખરીદી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષે ગાંધી જ્યંતિએ ખાદી ખખરીદી દ્વારા દરિદ્રનારાયણના ઘરમાં આર્થિક આધાર આપવાની શરૂ કરેલી પરંપરામાં મુખ્ય મંત્રીએ પણ આજે ખાદી ખરીદી કરી પોતનું યોગદાન આપ્યું છે. તેમણે ગુજરાતમાં બીજી ઓક્ટોબરથી ૩૧મી ડિસેમ્બર સુધી ખાદી વ†માં ૨૦ ટકા અને ખાદી વણાટ કરનારા કારીગરોને ૫ ટકા વિશેષ વળતર સરકારે જાહેર કર્યું છે તેમ પણ ઉમેર્યું હતું.

Share This Article