નવીદિલ્હી: નાણાંકીય કટોકટીનો સામનો કરી રહેલી મહાકાય કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાયનાનીશ્યલ સર્વિસના ચાર ડિરેક્ટરો માટે સરકારે લૂકઆઉટ નોટિસ જારી કરી દીધી છે. નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં સરકારે દાવા સાથે કહ્યું છે કે, તેના ચાર ડિરેક્ટરો રવિ પાર્થસારથી, હરિશંકરન, રમેશ બાવા અને કે રામચંદ દેશની બહાર ફરાર થઇ શકે છે. આ સંદર્ભમાં ધ્યાન આપવાની જરૂર દેખાઈ રહી છે. રાતોરાત દેશ ફરાર ન થાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે.
વિમાની મથકમાં તેમના માટે લુકઆઉટ નોટિસ જારી કરીને કંપનીના આ ચારેય ડિરેક્ટરો સામે સકંજા જમાવ્યો છે. જુલાઈ ૨૦૧૮માં નિવૃત્ત થયેલા રવિ પાર્થસારથી મુખ્ય જવાબદારી સંભાળી રહ્યા હતા. વાઇસ ચેરમેન હરિશંકરન, પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર રમેશ બાવા અને ડિરેક્ટર રામચંદ સામે નોટિસ જારી કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે, આ ડિરેક્ટરો ફરાર થઇ શકે છે જેથી સરકાર વ્યક્તિગત માટે લૂકઆઉટ નોટિસ જારી કરી રહી છે. પાર્થસારથી સારવારના હેતુસર લંડનમાં છે જ્યારે અન્ય ડિરેક્ટરો તપાસ પુરી ન થાય ત્યાં સુધી દેશ છોડી શકશે નહીં.
સરકાર હાલમાં જુદા જુદા પગલા લઇ રહી છે. સ્થિતિ બદલાઈ રહી છે ત્યારે સરકાર આના પર કબજા જમાવી ચુકી છે પરંતુ આ ગંભીર સંકટને લઇને મુખ્ય કારણ સપાટી ઉપર આવ્યું નથી. વ્યાજ ચુકવવાના પણ પૈસા નથી તેવી સ્થિતિ કેમ ઉભી થઇ ગઇ તેને લઇને હજુ વિગતો જાણવા મળી રહી નથી. નવ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૯માં સરકારે સત્યમ કોમ્પ્યુટર પર પોતાનો કબજો જમાવી લીધો હતો. તે વખતે કંપનીની અંદર એકાઉન્ટિંગ કૌભાંડ સપાટી ઉપર આવ્યા બાદ મૂડીરોકાણકારો આઈટી સેક્ટરમાં રોકાણ કરવામાં ખચકાટ અનુભવ કરી રહ્યા હતા.
આઈએલએન્ડએફએસમાં ૨૫ ટકાથી વધુ હિસ્સેદારી રાખનાર ઇન્સ્યોરન્સ કંપની એલઆઈસીએ ગયા સપ્તાહમાં જ કહ્યું હતું કે તે આ કંપનીને ડૂબવા દેશે નહીં. આઈએલએન્ડએફએસના અન્ય એક મોટા શેરધારકો પૈકી જાપાનની ઓરિક્સ કોર્પ પાસે ૨૩.૫૪ ટકા હિસ્સેદારી છે જ્યારે અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી પાસે ૧૨.૫૬ ટકાની હિસ્સેદારી છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાસે પણ તેની ૬.૪૩ ટકાની હિસ્સેદારી રહેલી છે. એક નાટ્યાત્મક ઘટનાક્રમના ભાગરુપે સરકારે તેના ઉપર કબજા જમાવી લીધો છે. અધિકારીઓએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાયનાનીશ્યલ સર્વિસ લિમિટેડના બોર્ડની હકાલપટ્ટી કરવા અને નવા છ સભ્યોના બોર્ડની રચવા કરવાને લીલીઝંડી આપી દીધી છે.
અત્રે નોંધનીય છે કે, વ્યાજની રકમ નહીં ચુકવવાની સ્થિતિના પરિણામ સ્વરુપે ચર્ચામાં રહેલી સંકટગ્રસ્ત કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાયનાનીશ્યલ સર્વિસ લિમિટેડના મેનેજમેન્ટ ઉપર સરકારે ગઇકાલે સોમવારના દિવસે કબજા કરી લીધો હતો. રાષ્ટ્રીય કંપની કાયદા અથવા તો નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ દ્વારા ગઇકાલે જણાવવામાં આવ્યું હતું કે, સત્યમ કોમ્પ્યુટર બાદ પ્રથમ વખત પ્રાઇવેટ કંપની પર હવે સરકારનો કબજા થઇ ગયો છે. આઈએલએન્ડએફએસ માટે નવા બોર્ડની રચના કરવામાં આવી ચુકી છે. બોર્ડની બેઠક અને છ સભ્યો૮મી ઓક્ટોબર પહેલા મળશે જેમાં અન્ય પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે. આઈએલએન્ડએફએસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છ સભ્યોની નિમણૂંક કરાશે. નવા બોર્ડમાં કોટક મહિન્દ્રા બેંકના એમડી ઉદય કોટક, આઈએએસ ઓફિસર વિનિત નય્યર, પૂર્વ સેબી વડા જીએન વાજપેયી, આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ ચેરમેન જીસી ચતુર્વેદી, આઈએએસ ઓફિસર માલિની શંકર અને નંદ કિશોર સામેલ છે. નવા સભ્યોના નિર્દેશક મંડળની પ્રથમ બેઠક ૮મી ઓક્ટોબરના દિવસે મળશે.