નવી દિલ્હી : ચૂંટણી નજીક આવતાની સાથે જ જુદા જુદા ક્ષેત્રોના કુશળ લોકો હવે રાજનીતિની મુખ્ય ધારામાં પ્રવેશ કરવા માટે તૈયારી કરી રહ્યા છે. કેટલાક પ્રોફેશનલો તો સત્તાવાર રીતે જુદી જુદી પાર્ટીમાં પહેલાથી જ સામેલ થઇ ચુક્યા છે. કેટલાક સામેલ થવાની તૈયારીમાં છે. પ્રશાંત કિશોર અને અમિત માલવિય જેવા પહેલાથી જ સક્રિય લોકોની સાથે હવે પ્રવીણ ચક્રવર્તિ, શાશ્વત ગૌતમ, ગૌરવ વલ્લભ અને દેવાશીશ જરારિયા જેવા કેટલાક મોટા નામ છે જે સીધી રીતે કોઇ પાર્ટીમાં સામેલ થઇ ગયા છે.
નાની મોટી પાર્ટીઓ પોતાનીસ્થિતીને મજબુત કરવા માટે આ પ્રકારના પ્રોફેશનલોની મદદ લઇ રહી છે. પોતાના સોશિયલ મિડિયાને વધુ મજબુત કરવા માટે પ્રોફેશનલોનો ઉપયોગ કરી રહી છે. આ યુવાનોની પહેલા પણ સોશિયલ મિડિયાની મજબુતી માટે મદદ રાજકીય પાર્ટીઓ લેતી રહી છે. પરંતુ હવે કેટલાક પ્રોફેશનલો તો ચૂંટણી લડવા અને પૂર્ણકાલિન રાજનીતિ કરવા માટે તૈયાર થઇ ગયા છે. સોશિયલ મિડિયામાં ચૂંટણી પ્રચારનુ મહત્વ સૌથી પહેલા સમજનાર પ્રશાંત કિશોરે પહેલા પ્રોફેશનલ તરીકે પોતાની એજન્સીના માધ્યમથી ભાજપ, કોંગ્રેસ સમાજવાદી પાર્ટી અને જેડીયુને મદદ કરી ચુક્યા છે.
હવે તેઓ નીતિશ કુમારની પાર્ટી જેડીયુમાં સામેલ થઇ ગયા છે. બીજી બાજુ બિહારમાં પ્રશાંત કિશોરનો સામનો કરવા માટે કોંગ્રેસે હવે નીતિશ કુમારના જ મિડિયા સલાહકાર રહી ચુકેલા શાશ્વત ગૌતમની પસંદગી કરી લીધી છે. શાશ્વત અમેરિકામાં મલ્ટીનેશનલ કંપનીમાં ટોપ પોસ્ટ પર રહી ચુક્યા છે. તેમને કોંગ્રેસ પાર્ટીના ડેટા નિરીક્ષણ ટીમની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેના રાષ્ટ્રીય મિડિયા પેનલિસ્ટ ગૌરવ વલ્લભ પણ પ્રોફેશનલ તરીકે પીએનબી હાઉસિંગના કામમાં રહી ચુક્યા છે. ભાજપના આઇટી સેલના પ્રભારી અમિત માલવિય આગરાના છે પહેલા તેઓ એચએસબીસી બેંકમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હતા. અભિનેત્રી તરીકે રહેલી કોંગ્રેસની સોશિયલ મિડિયા ટીમની પ્રભારી દિવ્યા સ્પદના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં સામેલ છે.