મહાત્મા ગાંધી અને શાસ્ત્રીને દેશભરના લોકોએ યાદ કર્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના જન્મદિવસના પ્રસંગે આજે તેમને યાદ કરવામાં આવ્યા હતા. તેમને તમામ મોટા નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. રાજઘાટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પહોંચ્યા હતા. તમામ નેતાઓએ બાપૂને યાદ કર્યા હતા અને તેમની સમાધિ ઉપર પુષ્પાંજલિ આપી હતી. વિજયઘાટ ઉપર લાલબહાદુર શા†ીને પણ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ ટ્વિટ મારફતે બંને મહાન વિભૂતિઓને યાદ કરી હતી. ગાંધી જ્યંતિ ઉપર બાપૂને સતસત નમન કહીને ટ્વિટર ઉપર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ કહ્યું હતું કે, તેમના વિચાર દુનિયાભરમાં લાખો લોકોને પ્રેરણા આપે છે.

આ ટ્વિટની સાથે મોદીએ બાપુના જીવન અને તેમના વ્યÂક્તત્વને લઇને પોતાની બાબતો રજૂ કરી રહ્યા છે. લાલ બહાદુર શા†ીને યાદ કરતા મોદીએ કહ્યું છે કે, જય જવાન જય કિસાન ઉદઘોષ કરીને લાલબહાદુર શાસ્ત્રીએ દેશના લોકોમાં નવા પ્રાણ ફૂંકી દીધા હતા. નવો ઉત્સાહ જગાવ્યો હતો. જવાનો અને કિસાનો માટે પ્રેરણા સમાન અને દેશને કુશળ નેતૃત્વ આપનાર લાલ બહાદૂર શા†ીને પણ દેશના લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પહોંચ્યા હતા.  બીજી બાજુ દેશમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન બંને મહાન હસ્તીઓને યાદ કરીને કરવામાં આવ્યા હતા.  લાલ બહાદૂર શા†ી અને મહાત્મા ગાંધીના જીવન સાથે જાડાયેલા જુદા જુદા કાર્યક્રમનું આયોજન દેશના વિવિધ ભાગોમાં કરવામાં આવ્યું હતું. લોકો ઉત્સાહ સાથે જાડાયા હતા.દેશના જુદા જુદા ભાગોમાં સ્વચ્છતા સાથે સંબંધિત કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. પ્રાર્થના સભાઓનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. લોકો આજે પણ તેમનાથી પ્રેરણા મેળવી છે.

Share This Article