અમદાવાદ: એચડીએફસી બેન્ક લિ. દ્વારા સુરતમાં તેના કર્મચારીઓ માટે વાર્ષિક રમતગમત સ્પર્ધા જોશ અનલિમિટેડની સાતમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જોશ અનલિમિટેડ તે કર્મચારીઓને ફીટનેસ અને સંપૂર્ણ આરોગ્યપ્રદતા અને સુખાકારીને પ્રોત્સાહિત કરતી ઈવેન્ટ છે. જોશ અનલિમિટેડનું અગાઉ ચાલુ મહિનામાં શ્રીનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું અને હવે ભારતનાં ૩૦ શહેરોમાં તેનું આયોજન કરવામાં આવશે એમ એચડીએફસી બેન્કનાં દક્ષિણ ગુજરાતનાં સર્કલ હેડ શ્રી મનોજ મિસ્ત્રીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, દેશમાં કર્મચારીઓ માટે યોજાતી સ્પોર્ટસની સૌથી મોટી ઈવેન્ટમાં આ ઈવેન્ટનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ૨૯ સ્થળોએ પાંચ માસના સમયગાળામાં યોજાયેલી આ સ્પર્ધામાં ૧૭,૦૦૦થી પણ વધુ બેન્ક કર્મચારીઓએ ભાગ લીધો હતો. અમારા કર્મચારીઓ અમારી સૌથી મોટી શક્તિ છે. કર્મચારીઓની સમગ્ર સ્વાસ્થય સુખાકારીમાં રમતગમત મહત્વનો હિસ્સો છે. અમને આનંદ છે કે એચડીએફસી બેન્કમાં અમારી પાસે આવું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. દરમ્યાન એચડીએફસી બેન્કનાં એમ્પલોઈ એન્ગેજમેન્ટ હેડ સુશ્રી નૈના પનસેએ જણાવ્યું હતું કે, અમે અમારા કર્મચારીઓને રમતગમતો અને શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરીએ છીએ.
અમે સામાજિક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે અમે જોશ અનલિમિટેડનું પ્લોટફોર્મ પુરું પાડીએ છીએ. આ સ્પર્ધા દ્વારા વિવિધ બ્રાન્ચો અને સ્થળોએ કાર્યરત કર્મચારીઓ એક સ્થાને આવે છે. એચડીએફસી બેંક લિ. દ્વારા આજે તેના કર્મચારીઓને આરોગ્યવિષયક સુખાકારી અને પ્રોત્સાહન માટે સુરતમાં દાંડી જહાંગીરાબાદ રોડ પર વેલુક ગામમાં આવેલી દિલ્હી પબ્લીક સ્કૂલમાં આ સ્પર્ધાત્મક કાર્યક્રમ યોજાયો હતો. ૩૦૦થી વધુ કર્મચારીઓએ ૧૦ જાતની વિવિધ રમતો જેમકે ક્રિકેટ, ફૂટબોલ, બેડમિંટન, એથ્લેટિક્સ, કેરમ, ચેસ, વોલીબોલ, લાગોરી, ખો-ખો અને ટેબલ ટેનિસમાં ભાગ લીધો હતો. જોશ અનલિમિટેડ ૨૦૧૮નું ઉદઘાટન રાષ્ટ્રીય કક્ષાનાં ટ્રાય એથલોન એથ્લેટ સુશ્રી પુજા ચારૂશ્રીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એચડીએફસી બેન્કનાં દક્ષિણ ગુજરાતનાં સર્કલ હેડ મનોજ મિસ્ત્રી ઉપરાંત, રિટેલ બ્રાન્ચ કન્ટ્રોલ યુનિટ હેડ સુકેશ શાસ્ત્રી, અન્ય મહાનુભાવો અને વરિષ્ઠ કર્મચારીઓ હાજર રહ્યા હતાં.