નવી દિલ્હી: સેલ્ફી એક્સપર્ટ ઓપ્પોએ તાજેતરમાં ભારતની સૌથી મોટી ઇસ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ પ્લેયર અનનોન્સ બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ કેમ્પસ ચેમ્પિયનશિપ 2018ના લોન્ચની જાહેરાત કરી છે, જે માટે વિશ્વની સૌથી મોટી ગેમિંગ કંપનીટેનસેન્ટ ગેમ્સ સાથે ભાગીદારી કરવામાં આવી છે. આ મેગા ઇસ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 26 સપ્ટેમ્બર થી 21 ઓક્ટોબર દરમિયાન યોજાશે તથા બેંગ્લોરમાં ગ્રાન્ડ ફિનાલે યોજાશે.
આ ચેમ્પિયનશિપ ઓપ્પોની તાજેતરમાં લોન્ચ કરાયેલી નવીન પ્રોડક્ટ એફ9 પ્રો દ્વારા અનુભવી શકાશે.પાવરફુલ વિશેષતાઓથી સજ્જ એફ 9 પ્રો પીયુબીજી ગેમિંગના અનુભવને નવા સ્તરે લઇ જશે. ચેમ્પિયનશિપ માટે ઓપ્પોએ રૂ. 50 લાખના ઇનામો સ્પોન્સર કર્યાં છે કે જેમાં દેશના 30થી વધુ શહેરોના 2000 કોલેજ ભાગ લઇ રહી છે. મેગા ટુર્નામેન્ટમાં 10,000 ટીમ ભાગ લેશે, જેમાં પીયુબીજી રમવા પ્રત્યેક ટીમમાં 4 ખેલાડી રહેશે.
આ જાહેરાત અંગે વાત કરતાં ઓપ્પો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર વિલ યાંગે જણાવ્યું હતું કે, ઓપ્પો વિશિષ્ટ અનુભવ ઇચ્છતા ભારતીય યુનાનોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. એક બ્રાન્ડ તરીકે અમે તેમની જરૂરિયાતોને સમજીએ છીએ તથા ઓપ્પે એફ 9 જેવી વિશિષ્ટ પ્રોડક્ટ રજૂ કરવા માટે અમારી નવીન ટેકનોલોજી ઉપર આધાર રાખીએ છીએ. યુનિફાઇડ અને યુનિક એક્સપિરિયન્સ માટે તેમના ક્રિએટિવ માઇન્ડ અને અમારી ઇનોવેટિવ ટેક્નોલોજી પરફેક્ટ કોમ્બિનેશન છે. અમે ટેનસેન્ટ ગેમ્સ સાથે જોડાણ કરતાં અને રૂ. 50લાખના ઇનામો સ્પોન્સર કરતાં ખુશી અનુભનીએ છીએ. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ઓપ્પો એફ 9 ઉપર ગેમિંગનો બેસ્ટ અનુભવ પણ મેળવશે.
ટેનસેન્ટ ગેમ્સ ઇન્ડિયાના જનરલ મેનેજર અનીશ અરવિંદના જણાવ્યા મુજબ, પીયુબીજી મોબાઇલ કેમ્પસ ચેમ્પિયનશિપ 2018 ભારતમાં મજબૂત ઇસ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસાવવાની દિશામાં ટેનસેન્ટનું મોટું પગલું દર્શાવે છે. પ્રથમવાર અમે અહીં ઇસ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યાં છીએ અને ભારતમાં શક્ય તેટલાં કેમ્પસ સુધી તેને લઇ જતાં અમે ઉત્સાહિત છીએ. અમને ખુશી છે કે પીયુબીજી મોબાઇલે ભારતમાં સારો પ્રતિસાદ મેળવ્યો છે અને તેને ગ્રાન્ડ બનાવવા અમે અમારા ચાહકો અને ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. આ ચેમ્પિયનશિપ ભારતમાં પીયુબીજી મોબાઇલને લોકપ્રિય બનાવવાની દિશામાં એક પહેલ છે.
આ ચેમ્પિયનશિપ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર દર્શાવે સે, જેથી દેશમાં ઇસ્પોર્ટ્સમાં રૂચિ ધરાવતા વ્યક્તિઓ તેને જોઇ શકે તથા ચેમ્પિયનશિપમને ફોલો કરી શકે. ભારતના કોઇપણ કેમ્પસમાંથી ચાર વ્યક્તિઓની ટીમ તેમાં ભાગ લઇને સ્પર્ધા કરી શકશે. સેમી ફાઇનલ સાથે ચાર નોકઆઉટ રાઉન્ડ બાદ અંતિમ 20 ટીમને ગ્રાન્ડ ફિનાલેમાં સ્પર્ધા કરવા શોર્ટ લિસ્ટ કરાશે. 23 સપ્ટેમ્બરથી સત્તાવાર વેબસાઇટ www.pubgmobilc.com ઉપર રજીસ્ટ્રેશનનો પ્રારંભ થઇ ગયો છે.
ટુર્નામેન્ટમાં ગ્રાન્ડ ફિનાલેમાં નીચે મુજબના સ્પેશિયલ એવોર્ડ્સ રહેશે:
એમવીપી – મહત્તમ એમવીપી એવોર્ડ્સ ધરાવતા ઓવરઓલ બેસ્ટ પ્લેયર
ધ એક્ઝિક્યુઝનર – મેક્સિમમ કિલ્સ ઓવરઓલ માટે એવોર્ડ
ધ મેડિક – સૌથી વધુ રિવાઇવ માટે એવોર્ડ
ધ રિડિમર – સૌથી વધુ વખત હેલ્થ રિસ્ટોર્ડ માટે પ્લેયરને એવોર્ડ
ધ રેમ્પેજ ફ્રેક – વન લોબીમાં મહત્તમ કિલ્સ માટે એવોર્ડ
ધ લોન રેન્જર – ગેમમાં સૌથી વધુ વખત સર્વાઇવ થવા એવોર્ડ
એફ સિરિઝમાં નવો ઉમેરો કે જે 6.3 ઇંચ બેઝલ–લેસ, 1080*2340 રિઝોલ્યુશન અને 90.8 ટકા વોટરપ્રૂફ સ્ક્રી સાથે સુપર–હાઇ સ્ક્રીન–ટુ–બોડી રેશિયો ધરાવે છે તે પરફેક્ટ વિઝ્યુઅલ એક્સપિરિયન્સ પ્રદાન કરે છે. એઆઇ બેટરી મેનેજમેન્ટ ગેમ રમવા દરમિયાન ફોનને ચાર્જ કરવાની જરૂરિયાત સર્જયા વિના ગેમરને નેક્સ્ટ લેવલનો અનુભવ પ્રદાન કરશે. આ ઉપરાંત ઓપ્પો દ્વારા વિકસાવાયેલું વીઓઓસી ફ્લેશ ચાર્જ 5વી/1એ ઉપર સાધારણ ચાર્જીંગની તુલનામાં ચાર ગણા વધુ ઝડપે ફોન ચાર્જ કરશે. આનાથી પીયુબીજીની વધુ સારી રીતે મજા માણી શકાશે.
ઓપ્પોએ એફ 9 ઇએમઆઇ ઉપર ખરીદવા હોમ ક્રેડિટ, બજાજ ફિનસર્વ અને રિલાયન્સ જીયો સાથે ભાગીદારી કરીને ગ્રાહકોને નવા લાભ ઓફર કર્યાં છે, જેમાં માસિક ઇએમઆઇ 1599/1799 રહેશે અને જીયો ઉપર 3.2 ટીબી ડેટા મળશે.