દુબઈ: મહેન્દ્રસિંહ ધોની બેટીંગમાં એશિયા કપમાં વધારે સફળ રહ્યો નથી પરંતુ નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર રોહિત શર્માને આ બાબતનો ગર્વ છે કે તે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની જેમ જ દબાણની સ્થિતિમાં શાંત રહેવા માટેની કલા શીખી ચુક્યો છે.
કોચ રવિ શાસ્ત્રીએ પણ નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ધોનીની જેમ શાંત રહેનાર રોહિત શર્માની ભારે પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેની કેપ્ટનશીપ અને બેટીંગના કારણે ટીમ ઇન્ડિયાને સાતમી વખત એશિયા કપ જીતવામાં સફળતા મળી છે. રોહિતે કહ્યું છે કે તે છેલ્લા ઘણા વર્ષોથી મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ કરતા જોઈ રહ્યો છે. ધોની ક્યારેય પણ પરેશાન દેખાતો નથી. નિર્ણય લેવામાં થોડાક સમય લે છે. આ એવી ચીજો છે જે ધોની પાસેથી શીખવા મળી છે.
મુંબઈના આ કલાત્મક બેટ્સમેને ધોનીની પ્રશંસા અંગે વાત કરતા કહ્યું હતું કે તેની પાસેથી ઘણી બધી બાબતો શીખવા જેવી રહી છે. ધોની પણ વિચારણા બાદ જ કોઈ પ્રતિક્રિયા આપે છે. ધોની એશિયા કપમાં બેટીંગમાં વધારે સફળ રહ્યો નથી પરંતુ શાનદાર વિકેટ કિપીંગના કારણે તેની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. તેના વ્યૂહાત્મક નિર્ણયોની પણ પ્રશંસા થઈ રહી છે. રોહિતે કહ્યું હતું કે અમે ધોની પાસેથી તમામ બાબતો શીખીએ છીએ કારણકે તે મહાન કેપ્ટન તરીકે રહ્યો છે. મેદાન પર જ્યારે પણ કોઈ ખેલાડી પરેશાન રહે છે ત્યારે ધોની પાસેથી બોધપાઠ લઈ શકે છે.
બીજી બાજુ રોહિતે એમ પણ કહ્યું હતું કે જ્યારે પણ તક મળશે ત્યારે ફુલટાઈમ કેપ્ટનશીપ માટે તૈયાર રહેશે. રોહિતના નેતૃત્વમાં ભારતીય ટીમે એશિયા કપ જીતી લીધો છે. ત્રણ વખત આઈપીએલ વિજેતા ટીમના કેપ્ટન તરીકે રહેલા રોહિત શર્માને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે રોહિતે કહ્યું હતું કે તે લાંબા સમય સુધી કેપ્ટનશીપ કરવા માટે તૈયાર છે. કાર્યકારી કેપ્ટન તરીકેના પડકારની વાત કરતા રોહિતે કહ્યું હતું કે દરેક ખેલાડીનો મુખ્ય ઉદ્દેશ ટીમમાં શાનદાર દેખાવ કરવાનો રહે છે. જ્યારે કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપામાં આવે છે ત્યારે કોઈપણ ટીમ માટે પડકારરૂપ રહે છે. રોહિત શર્માએ કહ્યું છે કે જ્યારે પણ તક મળશે ત્યારે તે સારો દેખાવ કરશે.
કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવાની Âસ્થતિમાં દબાણ વધી જાય છે. રોહિત શર્માએ આ શ્રેણીમાં ધરખમ દેખાવ કરીને તમામને પ્રભાવિત કર્યા હતા.