દુબઇ: દુબઇના ઐતિહાસિક મેદાન પર રમાયેલી એશિયા કપ ક્રિકેટની અતિ રોમાંચક અને દિલધડક ફાઇનલ મેચમાં ભારતે છેલ્લા બોલ પર જીત મેળવીને એશિયા કપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ભારતને છેલ્લી ઓવરમાં છ રનની જરૂર હતી અને તમામ કરોડો ક્રિકેટ ચાહકોના ધબકારા વધી ગયા હતા. ભારત છેલ્લી ઘડીએ મેચ જીતી શકશે કે કેમ તેને લઇને ચાહકોમાં મથામણ ચાલી રહી હતી પરંતુ ભારત તરફથી ખુબ જ અસ્વસ્થ હોવા છતાં મેદાનમાં રહેલા કેદાર જાધવે છેલ્લા બોલમાં રન બનાવીને ભારતને જીત અપાવી હતી. આની સાથે જ કેદાર ફરી એકવાર સુપરસ્ટાર સાબિત થયો હતો.
તે સમગ્ર મેચ દરમિયાન અસ્વસ્થ દેખાઇ રહ્યો હતો. બેટિંગ વેળા અસ્વસ્થ થઇ જતા એક વખતે તો તેને પેવેલિયન બોલાવી લેવામાં આવ્યો હતો. એ વખતે એવુ લાગી રહ્યુ હતુ કે ભારત મેચ જીતી શકશે નહીં. જા કે રવિન્દ્ર જાડેજા અને ભુવનેવર કુમારે પણ ઉપયોગી બેટિંગ કરીને ભારતને જીતની નજીક લઇ જવામાં સફળતા મેળવી હતી. ૫૦મી ઓવરમાં ભારતે છેલ્લા બોલે જીત મેળવી લીધી હતી. ફાઇનલ મેચ એજ રોમાંચ સુધી પહોંચી હતી જ્યાં પહોંચવા માટે ચાહકો રાહ જાવે છે. ભારતે છેલ્લા બોલમાં બાજી મારી હતી.
ભારતે છેલ્લા બોલ પર વિજયી રન બનાવીને મેચ ત્રણ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ ભારતે સાતમી વખત આ ટ્રોફી પર કબજા જમાવ્યો હતો. સતત બીજી વખત ભારતીય ટીમ વિજેતા બની હતી. બાગ્લાદેની ટીમે પહેલા બેટિંગ કરતા ૨૨૨ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે સાત વિકેટે ૨૨૩ રન બનાવીને મેચ જીતી લીધી હતી. કેદારે અણનમ ૨૩ રન કર્યા હતા. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્તમાન એશિયા કપમાં ધરખમ દેખાવ કરીને ફાઇનલમાં પહોંચી હતી.
ભારતીય ટીમ વધુ એક વખત એશિયા કપ જીતવા માટે સંપૂર્ણ પણે તૈયાર દેખાઇ રહી હતી. જા કે બાંગ્લાદેશે ઓછો સ્કોર હોવા છતાં ભારતને જારદાર ટક્કર આપી હતી. તેના ખેલાડીઓએ પણ શાનદાર દેખાવ કરીને તમામના મન જીતી લીધા હતા. ભારતીય ટીમના ફોર્મને જોતા ટીમ ઇન્ડિયા હોટફેવરીટ ટીમ હી.અત્રે નોંધનીય છે કે ૨૫મી સપ્ટેમ્બરના દિવસે ભારતે વર્તમાન એશિયા કપની તેની છેલ્લી મેચ રમી હતી. આ સુપર ચાર રાઉન્ડની ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ભારે રોમાંચક તબક્કામાં પ્રવેશી ગયા બાદ આખરે ટાઇમાં પરિણમી જતા કેટલાક ભારતીય ચાહકોને નિરાશા હાથ લાગી હતી. છેલ્લા ઓવરમાં ભારતને છ રનની જરૂર હતી અને છેલ્લા બે બોલમાં બે રનની જરૂર હતી ત્યારે આ મેચ ટાઇમાં પરિણમી હતી.દુબઈમાં એશિયા કપ ક્રિકેટની મેચમાં અફઘાનિસ્તાન સામે મહેન્દ્રસિંહ ધોનીને ફરી એકવાર કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે તમામની નજર ધોની ઉપર કેન્દ્રિત થઇ ગઈ હતી. ધોની ૬૯૬ દિવસ બાદ ફરી ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો હતો.
ધોનીએ છેલ્લે ૨૯મી ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે ન્યુઝીલેન્ડની સામે વિશાખાપટ્ટનમમાં કેપ્ટન તરીકેની ભૂમિકા અદા કરી હતી. આ મેચમાં ભારતની ૧૯૦ રને જીત થઇ હતી. બાંગ્લાદેશની ટીમ પણ એશિયા કપમાં ભારત બાદ બીજી સૌથી સારી ટીમ તરીકે સાબિત થઇ છે. તે પાકિસ્તાનને હાર આપીને ફાઇનલમાં પહોંચી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ફાઇનલ મેચમાં મોટી સંખ્યામાં ભારતીય અને બાંગ્લાદેશી ચાહકો મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતા. તમામને એક શાનદાર મેચ જાવા મળી હતી. દુબઇના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આ મેચ રમાઇ હતી. ભારત તરફથી રોહિત શર્માએ જોરદાર દેખાવ કરીને ૫૫ બોલમાં ૪૮ રન કર્યા હતા. દિનેશ કાર્તિકે ૩૭ અને ધોનીએ ૩૬ રન કર્યા હતા. બાંગ્લાદેશે એક વખતે પ્રથમ બેટિંગ કરતા વિના વિકેટે ૧૨૦ રન કર્યા હતા. જો કે મોડેથી ૧૦ વિકેટ ૧૦૨ રનમાં ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશ તરફથી દાસે ૧૧૭ બોલમાં ૧૨૧ રન બનાવીને મેચને યાદગાર બનાવી દીધી હતી. જા કે મોડેથી ધબડકો થયો હતો.