નવી દિલ્હી:ઉથલપાથલના દોરમાંથી પસાર થઇ રહેલા દેશના ફાયનાનીશ્યલ સેક્ટરને મોટા ફટકાનો સામનો કરવો પડી શકે છે. દેશની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઈનાન્સિંગ અને કન્ટ્રક્શન કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સિંગ એન્ડ લિઝિંગ સર્વિસે સમગ્ર નોન બેંકિંગ સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો છે. છેલ્લા થોડાક સપ્તાહમાં નાણાંની ચુકવણી કરવામાં તેને સફળતા મળી નથી.
હવે ઇન્ડસ્ટ્રીના અધિકારીઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે, રેગ્યુલેટર ૧૫૦૦થી વધુ નાની મોટી નોન બેંકિંગ ફાયનાનીશ્યલ કંપનીઓના લાયસન્સ રદ કરી શકે છે. કારણ કે તેમની પાસે પુરતા પ્રમાણમાં નાણા રહ્યા નથી. આની સાથે સાથે હવે નોન બેંકિંગ ફાયનાનીશ્યલ કંપનીઓના નવી અરજીની મંજુરીમાં પણ મુશ્કેલી આવી શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોન બેંકિંગ ફાયનાનીશ્યલ કંપનીઓ માટે કઠોર નિયમ બનાવવાની તૈયારીમાં છે. રિઝર્વ બેંકે આ મુદ્દા પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. શુક્રવારના દિવસે જ એક મોટા ફંડ મેનેજરે હોમ લોન આપનાર દિવાન હાઉસિંગ ફાઈનાન્સના શોર્ટ ટર્મ બોન્ડને લઇને મોટા ડિસ્કાઉન્ટમાં વેચી દીધા હતા જેને લઇને ચર્ચા રહી હતી. આના કારણે મોટું રોકડ સંકટ સર્જાવવાના સંકટ દેખાઈ રહ્યા છે.
આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર અને બંધન બેંકના નોન એક્ઝીક્યુટીવ ચેરમેન હારુન રશીદે કહ્યું છે કે, જે રીતે એક પછી એક ચીજા સપાટી ઉપર આવી રહી છે તે ચિંતાની બાબત એ છે કે, આ સેક્ટરની કંપનીઓની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો થઇ શકે છે. ખાને કહ્યું છે કે, એસેટ લાયેબિલિટી મિસમેચ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આ સંદર્ભમાં કેટલીક કંપનીઓ દ્વારા લોન નાની અવધિ માટે લીધી હતી અને હજુ સુધી પુરતા નાણાંની ચુકવણી કરી નથી. હવે સમગ્ર ધ્યાન ગ્રામિણ વિસ્તારોમાં લોન આપનાર હજારો નાની કંપનીઓ ઉપર કેન્દ્રીત કરાયું છે.