અમદાવાદ: સુપર બાઇક સેગમેન્ટની વિશ્વની અગ્રગણ્ય કંપની બેનેલી હવે ભારતમાં આગામી વર્ષમાં ૨૦૧૯ના અંત સુધીમાં ૧૨ જેટલી નવી સુપરબાઇક્સને લોન્ચ કરવા જઇ રહી છે. આ માટે વિશ્વની જાણીતી બેનેલી દ્વારા દેશના અગ્રણી ઓટોમોબાઇલ ડિલર આદિશ્વર ઓટોરાઇડ ઇન્ડિયા-મહાવીર ગ્રુપ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે.
ભારતમાં સુપર બાઇક સેગમેન્ટમાં ક્રાંતિ સર્જવાના અતિમહ્ત્વપૂર્ણ પ્રોજેકટ માટે એએઆરઆઇ દ્વારા હૈદ્રાબાદ ખાતે બહુ અદ્યતન અને હાઇટેક એસેમ્બલી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. જયાં આ સુપરબાઇકસનું ઇટાલી અને સાઉથ ઇસ્ટ એશિયાના પ્રદેશોમાંથી એસેમ્બલ ઉત્પાદન કરાશે અને બાઇકસની ખાસ શ્રેણીઓની નિકાસ પણ કરાશે. અમદાવાદ શહેરમાં જ ૨૦૧૯માં વિશ્વની ટોચની કંપની બેનેલીની ૨૫૦ જેટલી સુપરબાઇક્સ વેચાણ કરવાનું લક્ષ્યાંક છે એમ બેનેલી ઇન્ડિયાના મેનેજીંગ ડિરેકટર વિકાસ જાબખે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત દુનિયામાં સૌથી મોટું ટુ વ્હીલર ઉત્પાદકમાં સ્થાન ધરાવે છે અને દેશમાં સુપરબાઇકસની ડિમાન્ડ અને માર્કેટ ઉજળું બનતાં બેનેલીએ હવે સુપરબાઇક્સની શ્રેણીના વિસ્તરણનું આયોજન હાથ ધર્યું છે.
બેનેલી દ્વારા ભારતમાં તેના સુપરબાઇક્સના વેચાણ માટે દેશના અગ્રગણ્ય ડિલર્સમાંથી આદિશ્વર ઓટોરાઇડ ઇન્ડિયા-મહાવીર ગ્રુપની પસંદગી કરી છે. સને ૧૯૧૧માં સ્થપાયેલી બેનેલી સૌથી પ્રાચીન ઇટાલિયન મોટરસાયકલ ઉત્પાદકમાંથી એક છે. ભારતમાં બેનેલીએ અત્યાર સુધીમાં ટીએનટી૨૫, ટીએનટી૩૦૦, ટીએનટી૩૦૨આર, ટીએનટી૬૦૦આઇ, ટીએનટી ૬૦૦ટીજી અને ટીએનટી૮૯૯ અને ટીએનટી ૧૧૩૦ મોડેલો રજૂ કર્યા છે. ભારતભરમાં બેનેલી દ્વારા ૫૬૫૦થી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું છે. હવે બેનેલી આગામી વર્ષ ૨૦૧૯ના અંત સુધીમાં ૧૨ જેટલી નવી, આકર્ષક અને હાઇટેક ફિચર્સ ધરાવતી સુપરબાઇક્સ લઇને આવી રહી છે. જેની કિંમત અંદાજે રૂ.બે લાખથી લઇ રૂ.૭.૫૦ લાખ સુધીની હશે.
આ સુપરબાઇક્સમાં સ્પોર્ટ ૩૦૨આર, આધુનિક કલાસિક લિયોનસીનો ૨૫૦-૫૦૦ અને સ્પોર્ટ, નેકેટ-ટીએનટી ૩૦૨૫ અને ટીએનટી-૬૦૦, એડવેન્ચર-ટીઆરકે ૨૫૦, ટીઆરકે ૫૦૨ અને ટીઆરકે ૫૦૨એક્સ તેમ જ હેરીટેજ ઇમ્પીરીઅલ ૪૦૦ અને ઇમ્પીરીઅલ ૫૩૦ નો સમાવેશ થાય છે. જેમાં ઇમ્પીરીઅલ સુપરબાઇક્સ ઇÂન્ડયન માર્કેટને ધ્યાનમાં રાખીને અને મેક ઇન ઇÂન્ડયાના કન્સેપ્ટને ધ્યાનમાં રાખી બનાવાશે. કંપનીના મેનેજીંગ ડિરેકટર વિકાસ જાબખે વધુમાં ઉમેર્યું હતું કે, બેનેલી હાલ ભારતમાં સુપરબાઇક સેગમેન્ટમાં ૨૧ ટકા હિસ્સો ધરાવે છે અને તેનું લક્ષ્ય ૨૦૨૧ સુધીમાં ૩૦ ટકા પાર કરવાનું છે. બેનેલી દ્વારા એએઆરઆઇના સહયોગથી સુપરબાઇક્સના ડ્રાઇવીંગ, તેની જાળવણી, સલામતી, મર્યાદા અને જાખમ સહિતની બાબતની તાલીમ અને માર્ગદર્શન માટે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ડિલરદીઠ ખાસ રાઇડીંગ એકેડમી પણ સ્થાપવાનું આયોજન ધરાવે છે, જેથી સુપરબાઇક્સ યુઝર્સને તેના રાઇડીંગની સાચી સમજ કેળવાય. ઉલ્લેખનીય છે કે, બેનેલી મેક ઇન ઇન્ડિયા પ્રોજેકટની રેખામાં ઘરઆંગણાનું ઉત્પાદન એકમ સ્થાપવા માટે તેલંગણા સરકાર સાથે સમજૂતી કરાર કરી ભારતીય માર્કેટ પ્રત્યે પોતાની કટિબધ્ધતા દર્શાવી છે. બેનેલીનું ઉત્પાદન અને અમલ એએઆરઆઇ-મહાવીર ગ્રુપ દ્વારા કરાશે. હૈદ્રાબાદ Âસ્થત પ્લાન્ટ ઓકટોબરમાં ધમધમતો થઇ જશે.