અમદાવાદ: સર્જિકલ સ્ટ્રાઇકની બીજી વરસીને ભવ્ય રીતે ઉજવવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. આની ઉજવણી શરૂ થશે અને બે દિવસ સુધી ચાલશે. રાજ્યભરમાં પરાક્રમ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. અમદાવાદ અને રાજ્યમાં જુદા જુદા કાર્યક્રમો જવાનો પરાક્રમ સંદર્ભે યોજાશે. જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં આવેલ સંરક્ષણ દળોના બ્રિગેડ હેડક્વાર્ટર પર સપ્ટેમ્ર ૨૦૧૬માં થયેલ હુમલા બાદ સંરક્ષણ દળો દ્વારા આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન રોકવા અનેક પગલા લેવામાં આવ્યા છે અને પાકિસ્તાન વિરદ્ધ પણ કડક વલણ દાખવવામાં આવ્યું છે.
સર્જિકલ સ્ટ્રાઇક આ પગલાઓમાનું એક સૌથી જાણીતુ સાહસ છે જેણે સમગ્ર દેશમાં ચર્ચા ઉભી કરી હતી. સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા ભારત સરકાર અને ભારતીય સેનાએ સરહદ પર થઇ રહેલા દેશવિરોધી ગતિવિધિઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. ૨૮મી અને ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ભારતીય સેના દ્વારા એલઓસીને પાર જઇ અલગ અલગ ઠેકાણે એટેક કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા સીઝ ફાયર ઉલ્લંઘનનો સખત જવાબ આપવામાં આવ્યો હતો.
પાકિસ્તાન દ્વારા અવાર નવાર એલઓસી અને કાશ્મીરમાં કરવામાં આવતું સીઝ ફાયરનું ઉલ્લંઘન અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ સામાન્ય બની ગઈ હતી. આ સ્થિતિમાં ભારત સરકારે અને ભારતીય સંરક્ષણ દળોએ પાકિસ્તાનને ચેતવણી આપવા અને દેશ વિરોધી આતંકવાદ સહિતની અન્ય સરહદ પર થઇ રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ આપવાના હેતુથી સર્જિકલ સ્ટ્રાઇક કરી અને તેને સફળતાપૂર્વક પાર પાડી હતી. સર્જિકલ સ્ટ્રાઇકના બીજા દિવસે ભારત સરકારેના સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય તથા આર્મી દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને આ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ સાથે આ સાથે ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે, અવારનવાર થતી સીઝ ફાયર ઉલ્લંઘનની ઘટનાઓ અને આતંકવાદી ગતિવિધિઓ પરત્વે ભારત સરકરનું વલણ બદલાયું છે. જમ્મુ કાશ્મીર સહિત દેશમાં આની ઉજવણી થશે.