એડલ્ટરી હવે કોઇ અપરાધ નથી : સુપ્રીમનો મોટો ફેંસલો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એડલ્ટરીને અપરાધની હદમાંથી બહાર કરી દેવાનો આજે ઐતિહાસિક અને મોટો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે એડલ્ટરી હવે અપરાધ તરીકે રહેશે નહીં. આનો સીધો અર્થ એ થાય છે કે પતિ, પત્નિ અને વોના સંબંધને હવે અપરાધ તરીકે ગણવામાં આવશે નહીં. કોર્ટે એડલ્ટરી (વ્યભિચાર) કેસમાં આઇપીસીની કલમ ૪૯૭ને ગેરબંધારણીય જાહેર કરી  દીધી છે. પાંચ જજની બેંચમાં સામેલ રહેલા ચીફ જસ્ટીસ દિપક્ષ મિશ્રા, જસ્ટસ એએમ ખાનવિલકર અને જસ્ટીસ આરએફ નરીમન, ડીવાય ચન્દ્રચુડે આઇપીસીની કલમ ૪૯૭ને અપરાધની હદમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો હતો. પીઠમાં સામેલ રહેલી એકમાત્ર મહિલા જસ્ટીસ ઇન્દુ મલહોત્રાએ આને ગેરબંધારણીય કરાર ગણાવ્યો છે.

આવી સ્થિતીમાં જજાએ આ ચુકાદો સર્વસંમતિથી આપ્યો હતો. વ્યાભિચાર  પર ચુકાદો આપતા ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યુ હતુ કે બંધારણની ખુબસુરતી એ છે કે તેમાં હુ, મારા અને તમે તમામ સામેલ છે. સીજેઆ અને જસ્ટીસ ખાનવિલકરે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે એડલ્ટરી તાકાતનો આધાર હો શકે છે. પરંતુ તે અપરાધ રહેશે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે એડલ્ટરી અપરાધ તરીકે રહેશે નહીં પરંતુ જા પત્નિ પોતાના લાઇફ પાર્ટનરના વ્યાભિચારના કારણે આત્મહત્યા કરે છે અને પરિવારના સભ્યો પુરાવા રજૂ કરી શકે છે તો તેની સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલે કેસ ચાલી શકે છે. જસ્ટીસ ચન્દ્રચુડે કહ્યુ હતુ કે એડલ્ટરી કાનુન સ્વૈÂચ્છક છે. તે મહિલાની ગરીમાને ઠેસ પહોંચાડે છે. એડલ્ટરી કાનુન મહિલાની સેક્સુઅલ પસંદગીને રોકે છે. જેથ તે ગેરબંધારણીય છે. તેમણે કહ્યુ હતુ કે મહિલાને લગ્ન બાદ સેક્યુઅલ  ચ્વોઇસથી રોકી શકાય નહીં. આ પહેલા સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

 

Share This Article