ભોપાલ: ભોપાલમાં કાર્યકરોના મહાકુંભમાં બોલતા ભાજપ પ્રમુખ અમિત શાહે પણ ચૂંટણી શંખનાદ કર્યું હતું. કાર્યકરોને આગામી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત અપાવવા અપીલ કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કાર્યકરો પાર્ટીની તરફેણમાં લહેર ઉભી કરે તે જરૂરી છે. આ હવા લોકસભા ચૂંટણી સુધી સુનામી બને તે જરૂરી છે. અમિત શાહે રાહુલ ગાંધી ઉપર પણ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, તેમને રાજ્યમાં વોટ માંગવા માટેનો પણ અધિકાર નથી. રાહુલ ગાંધી વર્ષ ૨૦૧૪ બાદના ચૂંટણી પરિણઆમ જાઇ શકે છે. કોની સરકાર ચૂંટણીમાં બની રહી છે.
અમિત શાહે કહ્યું હતું કે, જ્યાં એક પણ સીટ ન હતી ત્યાં ભાજપની સરકાર બની ગઈ છે. કાર્યકરોને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, કાર્યકરોની ફોજ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે એ વખતે વિપક્ષને દિવસમાં તારા દેખાઈ જશે. અમિત શાહે રાહુલ ગાંધીને પ્રશ્ન કરતા કહ્યું હતું કે, સુરક્ષા તેમના માટે પ્રાથમિકતા છે કે કેમ તે મોટો પ્રશ્ન છે. અમિત શાહે જાહેરાત કરી હતી કે, રાજમાતા વિજય રાજે સિંધિંયા શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવશે. રાહુલ ઉપર પ્રહાર કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, તેઓ ઘોષણા મશીન છે પરંતુ રાહુલ ગાંધી ફન મશીન બની ગયા છે.
ઘોષણા એ લોકો જ કરે છે જેના મનમાં સંકલ્પ હોય છે. વિધાનસભાની ચૂંટણી માટે અમારી સેના તૈયાર છે. સેનાપતિ નક્કી છે પરંતુ કોંગ્રેસમાં ચિત્ર સ્પષ્ટ નથી. ભાજપના લોકો દાવો કરી રહ્યા છે કે, આ સૌથી મોટો કાર્યક્રમ છે. આમા ૧૨ લાખ લોકો જાડાયા છે. આ કાર્યક્રમમાં ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. ૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ મંડપ પાછળ કરાયો છે.