મુંબઇઃ બોલિવુડમાં વિતેલા વર્ષોમાં અનેક મોટી ફિલ્મ કરી ચુકેલી ઉર્મિલા માતોન્ડકર હવે ફરી એકવાર હોરર ફિલ્મમાં નજરે પડનાર છે. વિતેલા વર્ષોમાં ભુત અને કૌન જેવી હોરર ફિલ્મ કરી ચુકેલી ઉર્મિલા માને છે કે ભારતમાં ટેકનિકની દ્રષ્ટિએ શાનદાર હોરર ફિલ્મ બનાવવાની બાબત ખુબ મુશ્કેલ છે.
ઉર્મિલા હાલમાં ફિલ્મ લુપ્તના ગીત ભુત હુ મેના રજૂઆત વેળા આ મુજબની વાત કરી હતી. આ ગાળા દરમિયાન તેની સાથે જાવેદ જાફરી અને ફિલ્મની સાથે જાડાયેલા અન્ય ક્રુ મેમ્બરો પણ રહ્યા હતા. લુપ્તના નિર્માતા નિર્દેશકો દ્વારા વર્ષ ૨૦૦૩માં ફિલ્મ ભુત બનાવી હતી. ફિલ્મના લોકપ્રિય ગીત ભુત હુ મેને ફરી એકવાર રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ ગીત સાથે જાડાયેલી પોતાની જુની યાદને તાજી કરતા ઉર્મિલાએ કહ્યુ છે કે વિતેલા વર્ષોમાં ખુબ લોકપ્રિયતા જગાવનાર ગીત તૈયાર કરાયુ હતુ. આને ભુત બાદ ફરી તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તેનુ કહેવુ છે કે ભુત બાદ કેટલીક હોરર ફિલ્મ બની છે, પરંતુ ભુત જેવી સફળતા કોઇ ફિલ્મને હાથ લાગી રહી નથી. ઉર્મિલાએ કહ્યુ છે કે તેની નવી ફિલ્મ આશા જગાવે તેવી ફિલ્મ છે. ફિલ્મ લુપ્ત પાંચમી ઓક્ટોબરના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને ઉત્સુકતા વધી છે. હોરર ફિલ્મ નિહાળવાના શોખીન લોકો દ્વારા તેની રાહ જોવામાં આવી રહી છે. ઉર્મિલા વિતેલા વર્ષોમાં શાહરૂખ ખાન સહિત તમામ મોટા સ્ટાર સાથે કામ કરી ચુકી છે. આમીર ખાન સાથે રંગીલા જેવી હિટ ફિલ્મ કરી ચુકી છે. જ્યારે શાહરૂખ ખાનની સાથે તે ચમત્કાર જેવી ફિલ્મમાં કામ કરી ચુકી છે. ઉર્મિલા હવે ફિલ્મમાંથી દુર થઇ ચુકી છે. તે વધારે સક્રિય રહી નથી. વિતેલા વર્ષોમાં રામ ગોપાલ સાથે તેની કેટલીક ફિલ્મો હતી.