ગંગટોકઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમના પ્રથમ એરપોર્ટનુ ઉદ્ઘાટન કર્યા બાદ રેલીને સંબોધતા કહ્યુ હતુ કે હવે પ્રવાસીઓની સંખ્યાંમાં રેકોર્ડ ગતિથી વધારો થશે. તેમણઁ કહ્યુ હતુ કે પહેલા પણ વસ્તી કરતા વધારે પ્રવાસીઓ આવતા હતા. હવે વધારે સંખ્યામાં લોકો પહોંચનાર છે. સિકિક્મમાં રહેલી ખુબસુરતીને જોવા માટે પહેલા પણ લોકો આવતા હતા. હવે ગતિ વધી જશે. તેમણે કહ્યુ હતુ કે પ્રવાસને ખુબ વેગ મળશે. વિમાની કંપનીઓ ભારતમાં એન્ટ્રી કરવા માટે ઉત્સુક છે. નાના શહેરો પણ એરપોર્ટથી જોડાઇ રહ્યા છે. મોદીએ તેમની સરકારની વિકાસ કામગીરીની ફરી એકવાર વાત કરી હતી.
રાજ્યના પ્રથમ પાક્યોંગ વિમાનીમથકનુ ઉદ્ઘાટન કર્યુ હતુ. આ એરપોર્ટ પાટનગર ગંગટોકથી આશરે ૩૩ કિલોમીટરના અંતરે સ્થિત છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન પવન કુમાર ચામલિંગ અને કેન્દ્રિય પ્રધાન નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુ હાજર રહ્યા હતા. આ પહેલા મોદીએ એરપોર્ટનુ મોડલ નિહાળ્યુ હતુ. મંદીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટથી સિક્કિમના કેટલાક ફોટો પણ મુક્યા છે. જેમાં લખ્યુ છે શાંત અને શાનદાર. આ ફોટો સિક્કિમના રસ્તે ક્લીક કરવામાં આવી હતી. મોદીએ હૈશટેંગ સાથે લખ્યુ છે કે અતુલ્ય ભારત.
આ વિમાનીમથકની કેટલીક વિશેષતા રહેલી છે. આ એરપોર્ટ દરિયાઇ સપાટીથી ૪૫૦૦ ફુટની ઉંચાઇ પર સ્થિત છે. ૨૦૦૮માં આ એરપોર્ટને લીલીઝંડી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૦૯માં તેની આધારશીલા મુકવામાં આવી હતી. ૨૦૬ એકર વિસ્તારમાં ફેલાયેલા આ એરપોર્ટ ને લઇને તમામ તૈયારી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. ગંગટોકથી આ વિમાનીથકનુ અંતર ૩૩ કિલોમીટરનુ રહ્યુ છે. આ વિમાનીમથક ભારત-ચીનની સરહદથી આશરે ૬૦ કલોમીટરના અંતરે સ્થિત છે. અહીંની માટીમાં એરપોર્ટની જરૂર મુજબ સુધારા કરવામાં આવ્યા છે. આ પ્રસંગે રાજ્યપાલ અને મુખ્યપ્રધાન હાજર રહ્યા હતા.