નવીદિલ્હી: દિલ્હીની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ ગણાતી વડાપ્રધાન જનઆરોગ્ય યોજનાની આવતીકાલે શરૂઆત થવા જઈ રહી છે. મોદીએ ઝારખંડમાં ૫૭ લાખ લોકોને એક ખાસ પત્ર લખ્યો છે. રાંચીમાં યોજનાની શરૂઆત પહેલા આયુષ્યમાનના લાભાર્થીઓને આ પત્ર લખ્યો છે જેમાં આયુષ્યમાન યોજનાના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે. મોદીનો આ પ્રકારનો પત્ર દેશભરમાં આશરે ૧૦.૭૪ કરોડ લોકોને મોકલવામાં આવનાર છે.
મોદીનો આ ખાસ પત્ર આવતીકાલે ઝારખંડના ૫૭ લાખ સુધી પહોંચશે. આયુષ્યમાન યોજનાના લાભાર્થી દેશના કોઇપણ રાજ્યમાં કોઇપણ ખર્ચ વગર અને ચિંતા વગર હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે. રાંચીમાં પ્રભાતકારા મેદાનમાં આની શરૂઆત થવા જઈ રહી છે. આ ગાળા દરમિયાન મોદી ઝારખંડના કોડરમાં અને ચાઇબાસામાં બનનાર મેડિકલ કોલેજની આધારશીલા પણ મુકનાર છે. બંનેમાં ૬૦૦ કરોડનું રોકાણ થશે.