મુંબઈ: વેલ્યુએશનના ઇતિહાસને માપદંડ તરીકે ગણવામાં આવે તો આગામી છથી નવ મહિના સુધી શેરબજારમાં મંદી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. જ્યારે પણ વન યર ફોરવર્ડ અ‹નગની દ્રષ્ટિએ વેલ્યુએશન ૧૮થી વધારે પીઈ પર પહોંચે છે ત્યારબાદ ત્રણ મહિનાથી લઇને એક વર્ષ સુધી એમએસસીઆઈ ઇન્ડિયા ઇન્ડેક્સમાં રિટર્ન માઇનસમાં રહે છે. એમએસસીઆઈ ઇન્ડિયા ડોલર ડિનોમિનેટેડ ઇન્ડેક્સ છે જેનો ઉપયોગ પોતાના ઇન્ડિયન પોર્ટફોલિયોને બેંચમાર્ક કરવા માટે વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવે છે. હજુ સુધી આ ઇન્ડેક્સમાં ૧૮.૧૭ના પીઈ પર કારોબાર ચાલી રહ્યો છે જે ૧૦ વર્ષના એવરેજથી ૧૮ ટકા વધારે છે.
પહેલા એવું જાવામાં આવ્યું છે કે, જ્યારે પણ ઇન્ડેક્સમાં ૧૮ના પીઈથી વધારે પર કારોબાર થયો છે ત્યારે તેના આગલા વર્ષમાં રિટર્ન માઇનસ સાત ટકા રહ્યો છે. રસપ્રદ બાબત એ છે કે, એમએસસીઆઈ ઇએમ ઇન્ડેક્સમાં જ્યારે પણ ૯-૧૨ના પીઈ પર કારોબાર થાય છે ત્યારે આગામી વર્ષમાં સરેરાશ રિટર્નનો આંકડો ૭થી ૨૨ ટકા વચ્ચેનો રહે છે. આનો મતલબ એ થયો કે, જ્યારે પણ પીઈમાં ઘટાડો થાય છે. ત્યારે એવરેજ રિટર્નમાં વધારો થાય છે.
દાખલા તરીકે જ્યારે ભારતીય બજારમાં પીઈ ૯થી ૧૦ વચ્ચે રહે છે ત્યારે આગામી વર્ષમાં ૨૨ ટકાના સરેરાશ રિટર્ન મળે છે જ્યારે ૧૭-૧૮ના પીઈ પર ઇન્ડેક્સ જાણી ગયા બાદ આગામી વર્ષમાં રિટર્ન ઘટીને સાત ટકા રહી જાય છે. છેલ્લા ૧૦ વર્ષમાં રેકોર્ડ પરથી આ મુજબની ગણતરી કરવામાં આવી છે. છેલ્લા ૧૦ વર્ષમાં એસએસસીઆઈ ઇન્ડિયાના પીઈ રેશિયોના ૨૪૬૫ નિરીક્ષણમાં સેમ્પલ સાઇઝમાં માત્ર ચાર ટકા હિસ્સામાં જ ૧૮થી વધારે પીઈ પર કારોબાર થયો છે.