જાપાનીઝ કંપની કાવાસાકી દ્વારા સુપર બાઈક Vulcan – s લોન્ચ કરવામાં આવી હતી જે બાઈક રાઈડર્સ દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી હતી. આ બાઈક 649 સીસી નું એન્જીન ધરાવે છે અને 16 કિલોમીટર પ્રતિ લીટર ની માઈલેજ આપવા નો દાવો કરી છે. આ સુપરબાઇક નો લુક ખુબજ આકર્ષક અને મસ્ક્યુલર છે જે પાવર સાથે કમ્ફર્ટેબલ રાઈડ ક્વોલિટી આપે છે.
આ બાઈક ના અન્ય ફીચર્સ આ મુજબ છે :
આ બાઈક ની શો-રૂમ કિંમત (દિલ્લી પ્રમાણે) રૂપિયા 5,77,101 રાખવા માં આવી છે અને તેનું એડવાસ બુકીંગ પણ ચાલુ છે. આ સુપર બાઈક ની અંદર 14 લીટર ની ટેન્ક છે, 6 ગિયર છે તથા 18 ઇંચ ના એલોય વહીલ આપવા માં આવેલ છે. આ સુપર બાઈક ની સીધી પ્રતિયોગિતા નીન્જા 650 સાથે રહેશે એવું માનવ માં .આવી રહ્યું છે.
જાપાનીઝ ટેકનોલોજી થી નિર્મિત આ સુપર બાઈક 2018 ના પ્રથમ ક્વાટર માં ભારતીય રસ્તા પર જોવા મળે તેવી શક્યતાઓ છે.