જોધપુર: ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે નાગોરમાં ખેડૂત સંમેલન દરમિયાન કહ્યું હતું કે જ્યારે હોનારત આવે છે ત્યારે પુર આવે છે. ત્યારે ખેડૂતોની હાલત કફોડી બને છે. ખેડૂતોના પાકને નુકસાન થાય છે. વળતર આપવાનો સમય આવે છે ત્યારે અગાઉ ધ્યાન આપવામાં આવતું ન હતું. ૪૦ વર્ષમાં ખેડૂતોના વળતરને વધારવાનું કામ કોઇ કર્યું ન હતું. મોદી સરકાર આવ્યા બાદ ઘણા પરિવર્તન થયા છે.
હવે ૩૩ ટકા પાક બરબાદ થઇ જાય તો વળતર ચુકવવામાં આવે છે. ખેડૂતોની સાથે ઉભા રહેવાની બાબત મોદી સરકારની પ્રાથમિકતા છે. સોઇલ હેલ્થ કાર્ડ આપીને જમીનના સંદર્ભમાં ખેડૂતોને માહિતી આપવામાં આવી રહી છે. ખેડૂતોને દોઢ ગણા સમર્થન મૂલ્ય આપી દેવાયા છે. કોંગ્રેસ ક્યારે ક્યારે ૧૦ રૂપિયા ૨૦ રૂપિયાનો વધારો કરતી હતી. રાહુલ ગાંધીને જા રવિ અને ખરીફ પાક અંગે કોઇ પુછી લે તો તેમની પાસે જવાબ રહેશે નહીં.