અમદાવાદ: ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી અગ્રણી નોન-લાઇફ ઇન્શ્યોરન્સ કંપની આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડે દાવાની ખરાઈની પ્રક્રિયાને ઝડપી બનાવવા ઉદ્યોગની પ્રથમ એપ્લિકેશન લોંચ કરી છે. અત્યારે દાવાનું વળતર મેળવવાનાં કિસ્સાઓમાં એક દિવસથી કેટલાંક કિસ્સાઓમાં એક અઠવાડિયાથી વધારે સમય લાગે છે. આ પ્રક્રિયામાં લાગતો સમય એપની મદદથી ઘટીને થોડાં કલાક થઈ જશે. અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતી એપથી કંપનીને લાભ થશે, કારણ કે આ ખોટાં દાવાને ઝડપથી ઓળખી શકશે, પ્રક્રિયાને વધારે સચોટ બનાવશે અને સાચાં કેસનું ઝડપથી સમાધાન થાય એ સુનિશ્ચિત કરશે. ઉપરાંત સોલ્યુશન કંપનીનાં હેલ્થ દાવાની મેનેજમેન્ટ સિસ્ટમ સાથે સંકલિત થશે, જે ખરાઈ માટે શંકાસ્પદ દાવા માટે ચેતવણી આપવા ઇનબિલ્ટ એલર્ટ ધરાવે છે એમ અત્રે આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સનાં સર્વિસ, ઓપરેશન્સ એન્ડ ટેકનોલોજીનાં ચીફ ગિરિશ નાયકે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દાવાને ચકાસવાની જરૂર પડે એવાં દાવાઓમાં પોલિસીની ખરીદીનાં પ્રથમ વર્ષમાં હેલ્થ વીમાનાં દાવા સામેલ છે. અત્યારે શંકાસ્પદ દાવાની ચકાસણીની મેન્યુઅલ પ્રક્રિયા કંટાળાજનક છે, એમાં વિવિધ કંપનીઓ સાથે કામ કરે છે, જેમાં થર્ડ પાર્ટી વેરિફિકેશન/ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ સામેલ છે. માહિતીનો પ્રવાહ તથા આ જુદી જુદી કંપનીઓ વચ્ચે આદાનપ્રદાન દાવાની ખરાઈની કવાયતમાં વિલંબ અને બિનઅસરકારક તરફ દોરી શકે છે. ઉપરાંત ગ્રાહકને ચર્ચા માટે વેરિફિકેશન ટીમ દ્વારા પ્રત્યક્ષ રીતે મળવાની જરૂર પડી શકે છે. આ માટે ગ્રાહકને વેરિફિકેશન ઓફિસરની રાહ જોવી પડે છે. નવીનતા અને નવી ટેકનોલોજી સ્વીકારવામાં પથપ્રદર્શક આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડે નવી ટેકનોલોજી ધરાવતું એક સોલ્યુશન પ્રસ્તુત કર્યું છે, જે તમામ કંપનીઓને સિંગ મોબાઇલ આધારિત પ્લેટફોર્મ પર લાવશે, જેમાં ગ્રાહકો પણ સામેલ છે, જેથી દાવાઓનું ઝડપી વેરિફિકેશન સુનિશ્ચિત થશે. આનાથી વેરિફિકેશનની જરૂર પડે એવાં દાવા પર નિર્ણય લેવા સમયમાં ઘટાડો થશે. તેમણે ઉમેર્યું કે, દાવાની પતાવટનાં કિસ્સા માટે વેરિફિકેશનની જરૂર છે એટલે અમે ટેકનોલોજી-આધારિત સોલ્યુશન્સનો ઉપયોગ કરીને વેરિફિકેશન પ્રક્રિયાને સરળ બનાવવા અને સમય ઘટાડવા આતુર હતાં.
નવી મોબાઇલ આધારિત એપ સોલ્યુશન સાથે અમે વેરિફિકેશન પ્રક્રિયામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, જેથી દાવાની ઝડપી પતાવટનો લાભ વાસ્તવિક ગ્રાહકોને મળશે. તમામ કંપનીઓ દાવાની ખરાઈમાં સામેલ હોય છે, જેમાં થર્ડ પાર્ટી એજન્સીઓ એપ મારફતે ડોક્યુમેન્ટેશન અને કેસની વિગતો મેળવવાની સુલભતા ધરાવશે. ઉપરાંત સંપૂર્ણ વેરિફિકેશન પ્રક્રિયા એપ પર અપડેટ થશે, જે માહિતીનાં ઝડપી પ્રવાહ અને નિર્ણય લેવાની પ્રક્રિયા સુનિશ્ચિત કરશે. આ કેસમાં ગ્રાહકોને બોલવાની કે મળવાની જરૂર પડશે એટલે વેરિફિકેશન ટીમને વીડિયો સ્ટ્રીમિંગ ફિચર મારફતે ગ્રાહક સાથે જોડાણ કરવું પડશે. લાઇવ વીડિયો સ્ટ્રીમિંગ સુવિધા મેળવવા અને ક્લેઇમ વેરિફિકેશન ઓફિસ સાથે આદાનપ્રદાન કરવા ગ્રાહકને વેબ લિંક પર ક્લિક કરવાની જરૂર પડશે તથા આ ઉદ્દેશ માટે કોઈ પણ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી.