દુબઇ: ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે એશિયા કપ ક્રિકેટની મેચ રમાનાર છે. આ મેચ સામાન્ય મેચ છે પરંતુ બંને ટીમો લાંબા સમયથી એક બીજા સામે દ્ધિપક્ષીય શ્રેણી રમતા નથી જેના કારણે મેચને લઇને ઉત્તેજના છે. કરોડોનો સટ્ટો આ મેચ પર લાગી રહ્યો છે. નાના મોટા સટ્ટોડિયા સક્રિય થઇ ગયા છે. આવતીકાલે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં કેટલાનો સટ્ટો રહેશે તે બાબત ખુલી ગઈ છે. આ મેચ પર આશરે ૨૦૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
આ સટ્ટામાં બુકીની પસંદગીની ટીમ સ્પષ્ટપણે ભારતીય ટીમ છે. ભારતીય ટીમ ઉપર સૌથી વધુ સટ્ટો છે. કેટલાક અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે, ભારતે આ વર્ષે જેટલી પણ મેચ રમી છે તે તમામ ઉપર કુલ બે લાખ કરોડ રૂપિયાનો સટ્ટો રમાયો છે. હવે જ્યારે એક વર્ષ બાદ ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને આવી છે ત્યારે સટ્ટા માર્કેટમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. . રમતના જુદા જુદા હિસ્સા ઉપર પણ સટ્ટો લાગે છે. જેમ કે શરૂઆતમાં ૧૦ ઓવરમાં બંને ટીમો કેટલા રન બનાવશે.
કેટલા ઓવરમાં કેટલા સ્કોરે કેટલી વિકેટ પડશે તેના ઉપર પણ સટ્ટો હોય છે. કયા બેટ્સમેન ક્યા સુધી ૫૦ અથવા સદી કરી લેશે. કયો બોલર સૌથી વધારે વિકેટ લેશે તેના ઉપર સટ્ટો લગાવવામાં આવે છે. ભારતમાં સટ્ટો ગેરકાયદે છે પરંતુ ભારતીય લોકો યુકેની વેબસાઇટ ઉપર પોતાના ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અથવા ઇ-વોલેટ મારફતે સટ્ટો રમે છે. પોલીસ દ્વારા સટ્ટા બજાર પર હાલમાં ચાંપતી નજર રાખવામાં આવે છે.