નવીદિલ્હી: સરકારે જાહેર ક્ષેત્રની ત્રણ બેંકોને મર્જ કરવાની તેની યોજનાની જાહેરાત કરી દીધી છે. આની સાથે જ દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની જશે. દેશની બેંકિંગ વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના ભાગરુપે આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ યોજનાની જાહેરાત કરતા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે મર્જરની પ્રક્રિયા બેંકોને મજબૂત કરશે અને તેમની ધિરાણની ક્ષમતાને વધારશે. મર્જરના સંદર્ભ આપતા તેમણે કહ્યું હતું કે, બેંકિંગ ધિરાણની પ્રક્રિયા નબળી પડી રહી છે જેના પરિણામ સ્વરુપે કોર્પોરેટ સેક્ટરના રોકાણને નુકસાન થઇ રહ્યું છે. ઘણી બધી બેંકો વધારે પડતી ધિરાણ અને આકાશે પહોંચેલા એનપીએના કારણે મુશ્કેલીમાં છે. હવે ત્રણ બેંકોને મર્જ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે.
સર્વિસની સ્થિતિને સુધારવામાં આવશે. મર્જરની પ્રક્રિયા બેંકિંગ ઓપરેશનને પણ મજબૂત કરશે. બેંક ઓફ બરોડા, વિજ્યા બેંક અને દેના બેંકને મર્જ કરવામાં આવનાર છે. આ બેંકોના બોર્ડ દ્વારા ટૂંકમાં સમયમાં જ બેઠક યોજવામાં આવશે જેમાં રુપરેખા નક્કી કરાશે અને પ્રક્રિયા ઉપર વિચારણા થશે. ફાઈનાÂન્સયલ સચિવ રાજીવ કુમારે કહ્યું છે કે, ત્રણેય બેંકોના બેંક બોર્ડ મર્જરની દરખાસ્ત ઉપર વિચારણા કરશે. સાથે સાથે ઓપરેશનલ અસરકારકતા અને કસ્ટમર સર્વિસને લઇને ચર્ચા કરશે. મર્જ કરવામાં આવનાર બેંક ભારતની સૌથી મોટી ત્રીજી બેંક બની જશે. બેંકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
ઉલ્લેખનીયરીતે કામ કરી શકશે. લોકોસ્ટ ડિપોઝિટ ઉપર કામ કરશે. કુમારે કહ્યું હતું કે, સરકાર મર્જ કરવામાં આવનાર બેંકોને નાણાંકીય સહાયતા ઉપલબ્ધ કરાવશે. અરુણ જેટલીની આ જાહેરાત થયા બાદ બેંકિંગ જગતમાં આ મુદ્દે આજે ચર્ચા જાવા મળી હતી. ત્રણ મોટી બેંકો હવે મર્જ થવા જઈ રહી છે. કર્મચારીઓમાં પણ ચર્ચા છેડાઈ ગઈ છે.