મુંબઇ : શેરબજારમાં આજે ભારે અફડાતફડી રહી હતી. શેરબજાર ધરાશાયી થવાના કારણે કારોબારી હચમચી ઉઠ્યા હતા. કારોબારના પ્રથમ દિવસે બ્લેક મંડેની સ્થિતિ રહી હતી અને બેંચમાર્ક ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. વૈશ્વિક શેરબજારમાં પરિબળોની સીધી અસર જાવા મળી હતી. ચીની આયાત ઉપર નવેસરના નિયંત્રણો લાગૂ કરવાની યોજના અમેરિકા ધરાવે છે. આની જાહેરાત કોઇપણ સમયે કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં શેરબજારમાં અફડાતફડી રહી હતી.
સેંસેક્સ આજે ૫૦૫ પોઇન્ટ ઘટીને ૩૭૫૮૬ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૩૭ પોઇન્ટ ઘટીને ૧૧૩૭૮ની સપાટીએ રહ્યો હતો. આ ઉપરાંત કમજાર રૂપિયાની અસર પણ જાવા મળી હતી. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન તેની સપાટી ૭૨.૬૨ સુધી નીચે પહોંચી હતી. શુક્રવારના દિવસે રૂપિયો ૩૪ પૈસા મજબૂત થઇને એક સપ્તાહની ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. એટલે કે ડોલર સામે રૂપિયો ૭૧.૮૪ની સપાટીએ રહ્યો હતો. સરકાર દ્વારા રૂપિયાના અવમૂલ્યનને રોકવા માટે કેટલાક પગલા લેવામાં આવનાર છે તેવી આશા વચ્ચે ડોલર સામે રૂપિયામાં રિકવરી જાવા મળી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ૨.૩ ટકાનો ઘટાડો થયો હતો જ્યારે સનફાર્માના શેરમાં ૨.૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. એચડીએફસી, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇÂન્ડયા (એસબીઆઈ), એÂક્સસ બેંકના શેરમાં ૨.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. ગોદરેજ ઇન્ડસ્ટ્રીના શેરમાં ઘટાડો રહ્યો હતો. મોટાભાગના એશિયન શેરબજારમાં મંદી રહી હતી. મૂડીરોકાણકારો મુડીરોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી.
શેરબજારમાં હાલમાં જુદા જુદા પરિબળોની અસર જાવા મળી રહી છે. આ વર્ષે હજુ સુધી ડોલર સામે રૂપિયામાં ૧૧.૧ ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૭૨.૯૨ સુધી પહોંચ્યો હતો જેથી બજાર અને સરકાર બંને ચિંતાતુર દેખાઈ રહ્યા છે. દેશમાં ફોરેન રિઝર્વનો આંકડો ૪૦૦ અબજ ડોલરથી નીચે પહોંચી ગયો છે. ટ્રેડ ડેફિસિટનો આંકડો પાંચ વર્ષની ઉંચી સપાટી એટલે કે જુલાઈ મહિનામાં ૧૮ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. જા કે, ઓગસ્ટ મહિનામાં આ આંકડો ઘટીને ૧૭.૪ અબજ ડોલર થયો છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એવા સંકેત આપી ચુક્યા છે કે, ચીની આયાત ઉપર વધુ નિયંત્ર લાગૂ કરશે. ૨૦૦ અબજ ડોલરથી વધુની કિંમતની ચીની આયાત ઉપર નવા નિયંત્રણો ટ્રમ્પ વહીવટીતંત્ર લાગૂ કરનાર છે. બેંક ઓફ જાપાનની બેઠક બુધવારના દિવસે મળશે. શુક્રવારના દિવસે સેંસેક્સ ૩૭૩ પોઇન્ટ સુધરીને ૩૮૦૯૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૪૫ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો તેની સપાટી ૧૧૫૫૦ નોંધાઈ હતી. સાપ્તાહિક આધાર પર શેરબજારમાં ભારે ઉથલપાથલ રહી હતી.
બેંચમાર્કમાં સાપ્તાહિક આધાર પર સતત બીજા સપ્તાહમાં ઘટાડો થયો હતો. એશિયન શેરબજારમાં મંદી માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા છે. વોશિંગ્ટન દ્વારા ચીની આયાત ઉપર નવેસરના ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવનાર છે. આની સાથે જ ચીન દ્વારા પણ અમેરિકા સામે વળતા પગલા લેવામાં આવી શકે છે. જાપાનના શેરબજારમાં ૧.૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. છેલ્લા ત્રણ કારોબારી સેશનથી ચાલી રહેલી તેજી ઉપર બ્રેક મુકાઈ હતી. શાંઘાઈ બ્લુચીપમાં ૧.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે હેંગસેંગમાં ૧.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. મૂડીરોકાણકારો હાલમાં ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસ કંપનીની આગાહીને લઇને પણ ચિંતિત છે. તેનું કહેવું છે કે, ભારતની શેરબજારમાં તેજી હવે પૂર્ણ થઇ રહી છે. તેના દ્વારા રેટિંગને લઇને ડાઉન ગ્રેડેડની સ્થિતિ સર્જવામાં આવી છે. એસબીઆઈના શેરમાં તીવ્ર ઘટાડોની અસર પણ શેરબજારમાં જોવા મળી હતી.