સેક્સી અમ્બેર હિયર્ડ ફરીવાર પ્રેમમાં પડી : રિપોર્ટમાં ધડાકો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ: હોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી અને જુદા જુદા પુરૂષો સાથે સંબંધના લીધે ચર્ચામાં રહેલી અમ્બેર હિયર્ડ હવે ૫૭ વર્ષીય સ્ટાર સીન પેન સાથે નજરે પડી રહી છે. ૩૧ વર્ષીય હિયર્ડ હાલમાં સીન પેન સાથે ડેટિંગ પર દેખાયા બાદ તમામ ચાહકોમાં ભારે ચર્ચા છે. ગયા શનિવારના દિવસે તે લોસ એન્જલસમાં સનસેટ ટાવરમાં  સ્થિત બારમાં સીન પેન સાથે નજરે પડી હતી. એવુ જાણવા મળી રહ્યુ છે કે બન્ને હાલમાં ડેટિંગ પર છે.

જા કે બન્ને દ્વારા તેમના તરફથી કોઇ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યુ નથી. અમ્બેર હિયર્ડ મોટા ભાગે સિંગલ  રહેવાનુ પસંદ કરતી નથી. તે કોઇને કોઇ સેલિબ્રીટી સાથે ડેટિંગ પર દેખાય છે. ૫૧ વર્ષીય રોબિન રાઇટે તેના કરતા નાની વયની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા બાદ અમ્બેર હવે સીન પેન સાથે નજરે પડી રહી છે. ફેબ્રુઆરીમાં તેના ટેસ્લાના અબજાપતિ સાથે સંબંધ તુટી ગયા હતા.

જાણકાર લોકોનુ કહેવુ છે કે સીન પેન અને અમ્બેર હિયર્ડ ડેટિંગ પર હોય તેમ દેખાતા હતા. અમ્બેર હિયર્ડની લાઇફમાં અનેક પુરૂષો આવ્યા છે. જેમાં હોલિવુડ સ્ટાર જાની ડેપનો પણ સમાવેશ થાય છે. જાની ડેપ સાથે તેના સંબંધ ખુબ લાંબા સમય સુધી ચાલ્યા હતા. જા કે ત્યારબાદ મતભેદો સપાટી પર આવ્યા હતા. બન્ને છેલ્લે અલગ થયા હતા. તેમની વચ્ચે નાણાંને લઇને જંગી કરાર કરવામાં આવ્યા હતા. સીન પેન સાથે ડેટિંગ વેળા તે એ ડ્રેસમાં નજરે પડી હતી જે ડ્રેસ અમ્બેરે ડબલ્યુ એમઇ પાર્ટીમાં પેહર્યા હતા. અમ્બેર હિયર્ડ અભિનેત્રી હોવાની સાથે સાથે હવેટોપ ક્લાસ સેલિબ્રીટી તરીકે ઉભરી ચુકી છે. તેની પાસે કેટલાક ફેશન સાથે જાડાયેલા પ્રોજેક્ટ સતત આવતા રહ્યા છે. હાલમાં તે કેટલાક પ્રોજેક્ટમાં કામ કરી રહી હોવાના હેવાલ મળ્યા છે. સીન પેન પણ અનેક અભિનેત્રીઓના પ્રેમમાં રહી ચુક્યો છે.

Share This Article