લખનૌ: ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે સપા અને બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધન વિરોધાભાસ સાથે છે. જેથી આ ગઠબંધન લાંબા સુધી ચાલી શકે તેમ નથી. આદિત્યનાથે વાતચીત દરમિયાન તેમની ભાવિ યોજનાના સંબંધમાં વાત કરી હતી. વર્ષ ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપ માટે ૭૫થી વધારે સીટ જીતવા માટેની રૂપરેખા રજૂ કરી હતી. સમાજવાદી પાર્ટી અને બસપ વચ્ચે ગઠબંધન ચાલી શકશે કે કેમ તે અંગે પુછવામાં આવતા યોગીએ કહ્યુ હતુ કે આ ગઠબંધન તેમના સ્વાર્થી હિતો પર આધારિત છે. જેથી કોઇ કિંમતો તે આગળ વધી શકે તેમ નથી.ય તે માથાવગરના ગઠબંધન છે. પેટાચૂંટણીમાં પણ આની ટિકા થઇ હતી પરંતુ સફળતા મળી હતી તે અંગે પુછવામાં આવતા યોગીએ કહ્યુ હતુ કે તેઓ ગઠબંધન અંગે જે વાત કરી રહ્યા હતા તેના પર હજુ મક્કમ છે.
પેટાચૂંટણીમાં ચાર સીટ ભાજપે ગુમાવી દીધી છે. માયાવતી અખિલેશ યાદવના નેતૃત્વમાં અથવા તો અખિલેશ યાદવ માયાવતીના નેતૃત્વમાં કામ કરશે કે કેમ તે પ્રશ્ન તમામ લોકો કરી રહ્યા છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ બંને કામ કરશે કે કેમ તે પ્રશ્ન પણ છે. બિહાર જેવા મહાગઠબબંધની તૈયારી કરાશે તો શુ તે અંગે પુછવામાં આવતા યોગીએ કહ્યુ હતુકે બિહાર અને યુપીમાં જુદી જુદી સ્થિતી છે. ભાજપ અને મોદીની લોકપ્રિયતા અકબંધ રહી છે.
૨૦૧૩ અને ૨૦૧૭માં આ સ્થિતી જાવા મળી હતી. યોગી આદિત્યનાથ દાવો કરે છે કે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે ઉત્તરપ્રદેશમાં અંદાજે ૨.૫ લાખ નોકરીની તકો સર્જાશે. કોઈપણ પ્રદેશ છુટી ન જાય તેની ખાતરી કરવામાં આવશે. આઈટીઆઈ સહિતની ટ્રેનિંગ સંસ્થાઓ સાથે પણ હાથ મિલાવવામાં આવી રહ્યા છે. તહેસીલ સ્તરે સ્કીલ ડેવલોપમેન્ટ ઉપર ભાર મુકાશે. ઉત્તરપ્રદેશમાં હાલમાં સ્થિત કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ઉલ્લેખનીય રીતે સુધરી છે.