અમદાવાદ:દેશ અને વિદેશમાં રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રકચર, મોટા મોટા બ્રીજ અને ફલાયઓવર, વિશાળ હાઇવેના નિર્માણ સહિતની મહત્વની કામગીરી સાથે સંકળાયેલ કેન્દ્ર સરકારના રેલ્વે મંત્રાલય હેઠળની ઇર્કોન ઇન્ટરનેશનલ લિમિટેડ તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતાં ઇક્વિટી શેરનો આઇપીઓ લઇને માર્કેટમાં આવી રહી છે. જેમાં ભારત સરકારનાં રેલવે મંત્રાલય મારફતે કાર્યરત પ્રમોટર ભારતનાં રાષ્ટ્રપતિ (વિક્રેતા શેરધારક) દ્વારા ૯,૯૦૫,૧૫૭ ઇક્વિટી શેરનાં વેચાણની ઓફર સામેલ છે. આ ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ (રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ)નાં સબસ્ક્રિપ્શન માટે ૫૦૦,૦૦૦ ઇક્વિટી શેર સુધીનું રિઝર્વેશન (એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન) પણ સામેલ છે.
કર્મચારીઓનાં રિઝર્વેશન સિવાયની ઓફરનો હિસ્સો નેટ ઓફર કે ચોખ્ખી ઓફર તરીકે ઓળખવામાં આવે છે. કંપનીની પોસ્ટ ઓફર પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીમાં ઓફર અને નેટ ઓફરનો હિસ્સો અનુક્રમે ૧૦.૫૩ ટકા અને ૧૦.૦૦ ટકા રહેશે. આઇપીઓની આ બિડ/ઓફર તા.૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ બંધ થશે એમ અત્રે ઇર્કોન ઇન્ટરનેશનલ લિ.ના ચેરમેન અને એમડી સુનીલકુમાર ચૌધરી અને ડાયરેકટર એમ.કે.સિંઘે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇર્કોન દ્વારા ભારત દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટના ૩૮૦ જેટલા પ્રોજેકટ હાથ ધર્યા છે, જયારે ૨૭ દેશોમાં ૧૨૭ જેટલા ઇન્ફ્રાસ્ટ્રકચરના મહત્વના પ્રોજેકટ ધર્યા છે.
આઇપીઓ મારફતે માર્કેટમાં પ્રવેશી રહેલી ઇર્કોન દ્વારા આ આઇપીઓમાં રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ઓફર પ્રાઇસ પર ઇક્વિટી શેરદીઠ રૂ. ૧૦નું ડિસ્કાઉન્ટ પણ ઓફર થશે અને એમ્પોલોયી રિઝર્વેશન પોર્શનમાં ઓફર પ્રાઇસ પર ઇક્વિટી શેરદીઠ રૂ. ૧૦નું ડિસ્કાઉન્ટ (એમ્પ્લોયી ડિસ્કાઉન્ટ) ઓફર થશે. પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૪૭૦થી રૂ. ૪૭૫ છે. બિડ લઘુતમ ૩૦ ઇક્વિટી શેરનાં લોટમાં અને પછી ૩૦ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં કરી શકાશે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે. ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) આઇડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સીક્યોરિટીઝ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે.
ઇર્કોન ઇન્ટરનેશનલ લિ.ના ચેરમેન અને એમડી સુનીલકુમાર ચૌધરી અને ડાયરેકટર એમ.કે.સિંઘે વધુમાં ઉમેર્યું હતુ કે, આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટક્સ (રેગ્યુલેશન) રુલ્સ, ૧૯૫૭ના નિયમ ૧૯(૨)(બી), સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન,૨૦૦૯, જેમાં સમયે સમયે થયેલા સુધારા મુજબ (સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ)નાં નિયમન-૪૧ સાથે વાંચીને રજૂ કરવામાં આવી છે, જેમાં કંપનીનો પોસ્ટ- ઓફર પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીનો ઓછામાં ઓછો ૧૦ ટકા હિસ્સો જાહેર જનતાનો ઓફર થશે. ઓફર સેબી આઇસીડીઆર નિયમનોનાં નિયમન ૨૬(૧)ને અનુરૂપ બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે રજૂ કરવામાં આવી છે, જેમાં નેટ ઓફરનો ૫૦ ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી પોર્શન)ને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવાશે. ક્યુઆઇબી પોર્શનનાં ૫ ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરતાં ઓફર થયેલા શેર સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સને જ ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઇબીને ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમતે પ્રાપ્ત બિડને આધિન રહેશે. ઉપરાંત સેબી આઇસીડીઆર નિયમનોને અનુરૂપ ઓફરનો લઘુતમ ૧૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન- સંસ્થાકીય બિડર્સને અને લઘુતમ ૩૫ ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવવામાં આવશે, જે ઓફર પ્રાઇઝ પર કે તેનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. સાથે સાથે ૫,૦૦,૦૦૦ ઇક્વિટી શેર ફાળવણી માટે ઓફર થશે અને એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં લાયકાત ધરાવતાં એમ્પ્લોયી બિડિંગને ફાળવણી એમની પાસેથી ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમતે પ્રાપ્ત માન્ય બિડ્સને આધીન રહેશે.