નવીદિલ્હી: ૧૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે ઇન્ડિયન બાસ્કેટમાં ક્રૂડની કિંમત ૪૮૮૩ રૂપિયા પ્રતિબેરલ રહી છે. એક બેરલમાં ૧૫૯ લીટર હોય છે .જેથી પ્રતિ લીટર ક્રૂડની કિંમત ૪૯૨૩ રૂપિયામાં ૧૫૯ ભાગ્યા કરવામાં આવે તો કિંમત ૩૦.૭૧ રૂપિયામાં પ્રતિલીટર થાય છે. વિદેશમાંથી પહોંચનાર ક્રૂડ ઓઇલના જથ્થાને સૌથી પહેલા ભારતની રિફાઇનરીઓમાં મોકલવામાં આવે છે. અહીં પહોંચ્યા બાદ રિફાઈનરીઓમાં ક્રૂડ રિફાઈન્ડ થાય છે.
રિફાઈન્ડ થયા બાદ પેટ્રોલ પંપ સુધી પહોંચાડવામાં આવે છે. આના માટે પણ ખર્ચ થાય છે. એન્ટી ટેક્સ, રિફાઈનરી પ્રોસેસિંગ, રેન્ડિંગ કોસ્ટ, માર્જિન સહિત ઓપરેશન ખર્ચ સહિત પેટ્રોલ ઉપર ૩.૬૮ રૂપિયા અને ડીઝલ ઉપર ૬.૩૭ રૂપિયા પ્રતિલીટર થઇ જાય છે. ત્યારબાદ પેટ્રોલની કિંમત ૩૦.૭૧ રૂપિયા અને તેમાં તમામ ખર્ચ કરીને ૩.૬૮ રૂપિયા થઇ જાય છે. આની સાથે જ પેટ્રોલની કિંમત ૩૪.૩૯ રૂપિયા અને ડીઝલની કિંમત ૩૦.૭૧ રૂપિયા અને તેમાં ૬.૩૭ રૂપિયાનો અન્ય ખર્ચ થઇ જાય છે. આની સાથે જ કિંમત ૩૭.૦૮ રૂપિયા થઇ જાય છે. ત્યારબાદ પ્રતિલીટર પેટ્રોલ ઉપર ૩.૩૧ રૂપિયા અને પ્રિતલીટર ડીઝલ પર ૨.૫૫ રૂપિયા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના માર્જિન લાગે છે. એટલે કે હવે પ્રતિલીટર કિંમત ૩૭.૭૦ રૂપિયા અને ડીઝલ પર ૨.૫૫ રૂપિયા ઉમેરીને ૩૯.૬૩ રૂપિયા થાય છે. ત્યારબાદ કેન્દ્ર સરકારના એક્સાઇઝ ટેક્સ પ્રતિલીટર ૧૯.૪૮ રૂપિયા અને પ્રતિલીટર ડીઝલ ઉપર ૧૫.૩૩ રૂપિયા લાગે છે.
આની સાથે જ પેટ્રોલની કિંમત વધીને ૫૭.૫૮ રૂપિયા થાય ચે જ્યારે ડિઝલની કિંમત ૧૫.૩૩ રૂપિયા વધીને ૫૩.૯૬ રૂપિયા થાય છે. હવે તેમાં પેટ્રોલ પંપ ડિલરોના કમિશનને ઉમેરવામાં આવે છે. આ કમિશન પેટ્રોલમાં ૩.૫૯ રૂપિયા અને ડીઝલમાં ૨.૫૩ રૂપિયા થાય છે. આના પર પછી રાજ્ય સરકારો જુદા જુદા દરેથી વેટ અને પોલ્યુશન સેસ લાગૂ કરે છે. હકીકતમાં ૧૬મી જૂન ૨૦૧૭ના દિવસે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દરરોજ ફેરફારનો નિર્ણય કરાયો હતો. ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતો મુજબ બજારમાં પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી આ ગણતરી કરાઈ હતી પરંતુ ક્રૂડ ઓઇલની કિંમત ઘટી હોવા છતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. ૧૬મી જૂન ૨૦૧૭ પહેલા દેશની ઓઇલ કંપનીઓ દર ૧૫ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની સમીક્ષા કરતી હતી. ભાવને લઇને હાલમાં જારદાર ચર્ચા છેડાયેલી છે. આવી Âસ્થતિમાં ગણતરી ઉપયોગી રહેશે.