નવી દિલ્હી: અલીબાબા સહસ્થાપક અને ચેરમેન જેકમા રિટાયર્ડ થવા જઈ રહ્યા નથી. મિડિયા અહેવાલને આજે રદિયો આપવામાં આવ્યો હતો. અલીબાબાના સહસ્થાપક જેકમા સોમવારે નિવૃત્ત થશે તેવા અહેવાલ આવી રહ્યા હતા પરંતુ આ અહેવાલને હવે રદિયો આપવામાં આવ્યો છે. અલીબાબાના અખબાર સાઉથ ચાઈના મો‹નગ પોસ્ટમાં કંપનીના પ્રવક્તા તરફથી આ મુજબની વાત કરવામાં આવી છે. ચીનના સૌથી લોકપ્રિય અબજાપતિ સોમવારના દિવસે તેમના ૫૪માં જન્મદિવસે ઉત્તરાધિકારી અંગે જાહેરાત કરશે તેમ હાલમાં મિડિયા અહેવાલ આવ્યા હતા.
નિવૃત્તિની જાહેરાત કરશે તેવા અહેવાલ પણ આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રમાં જેકમા આગળ વધવા માટે ઇચ્છુક છે તેવા અહેવાલ આવ્યા હતા પરંતુ હવે આ અહેવાલોને રદિયો આપવામાં આવ્યો છે. હાલમાં જ ન્યુયોર્ક ટાઇમ્સમાં એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે, જેકમા સોમવારના દિવસે નિવૃત્તિની જાહેરાત કરશે પરંતુ આ અહેવાલને હવે કંપની તરફથી રદિયો આપવામાં આવ્યો છે. ન્યુયોર્ક ટાઇમ્સની સ્ટોરી ખોટી છે તેમ પણ કહેવામાં આવ્યું છે. કંપની તરફથી સ્પષ્ટતા કરાતા અટકળોનો અંત આવ્યો છે.