નવી દિલ્હી: રેલવે યાત્રીઓની સુરક્ષાના માપદંડ ઉપર સામાન્ય ટિકાટિપ્પણીનો સામનો કરી રહેલા રેલવેને આ વખતે મોટી રાહત થઇ છે. કારણ કે, હવે જે નવા આંકડા સપાટી ઉપર આવ્યા છે તે મુજબ રેલવે અકસ્માતોની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. સપ્ટેમ્બર ૨૦૧૭થી ઓગસ્ટ ૨૦૧૮ વચ્ચેના ગાળામાં એક વર્ષમાં જ ૭૫ રેલવે અકસ્માતોમાં ૪૦ લોકોના મોત થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં એક વર્ષની અંદર રેલવે અકસ્માતમાં આ સૌથી ઓછા નુકસાનનો આંકડો છે. અધિકારીઓએ કહ્યું છે કે, સપ્ટેમ્બર ૨૦૧૬થી ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચે આઠ રેલવે અકસ્માત થયા છે જેમાં ૨૪૯ લોકોના મોત થયા છે. ઇન્દોર-પટણા એક્સપ્રેસ પાટા પરથી ખડી પડવાના બનાવમાં ૧૫૦થી વધુ લોકોના મોત થયા હતા.
વર્ષ ૨૦૧૭થી ૨૦૧૮ સવચ્ચના ગાળામાં ૪૦ લોકોના મોત થયા છે. આ ગાળ દરમિયાન બે મોટી દુર્ઘટના થઇ હતી. ઓગસ્ટ ૨૦૧૭માં ઉત્કલ એક્સપ્રેસ પાટા ઉપરથી ખડી પડી હતી જેમાં ૨૦ લોકોના મોત થયા હતા. બીજી ઘટના આ વર્ષે એપ્રિલ મહિનામાં થઇ હતી જ્યારે ઉત્તરપ્રદેશમાં સ્કુલ વેન ટ્રેન સાથે ટકરાઈ જતાં ૧૩ બાળકોના મોત થયા હતા. આવી જ રીતે સપ્ટેમ્બર ૨૦૧૩થી ઓગસ્ટ ૨૦૧૪ વચ્ચેના ગાળામાં ૧૩૯ રેલવે અકસ્માતમાં ૨૭૫ લોકોના મોત થયા હતા. ૨૦૧૪-૧૫ વચ્ચેના ગાળામાં ૨૦૧૮ અકસ્માતોમાં ૧૯૬ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ કહ્યું છે કે, પહેલી સપ્ટેમ્બર ૨૦૧૩થી ૩૧મી ઓગસ્ટ ૨૦૧૪ વચ્ચેના ગાળામાં આંકડાની દ્રષ્ટિએ પહેલી સપ્ટેમ્બર ૨૦૧૭થી ૩૧મી ઓગસ્ટ ૨૦૧૮ વચ્ચેના ગાળામાં સરખામણી કરવામાં આવે તો અકસ્માતો અને ટ્રેન પાટા પરથી ખડી પડવાની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ૯૩ ટકા સુધીનો ઘટાડો અકસ્માતમાં થયો છે.
અકસ્માતોની સંખ્યા નોંધપાત્રરીતે ઘટી ગઈ છે. સંખ્યા ૬૨થી ઘટીને ચાર થઇ છે. અધિકારીઓના કહેવા મુજબ ઇજાગ્રસ્તો અને મૃતકોની સંખ્યામાં ઘટાડો સામાન્યરીતે પાટાપરથી ખડી પડવાની ઘટનાઓ ઓછી થવાના લીધે છે. ટ્રેકને આધુનિક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી ચુકી છે. સુરક્ષા પાસા ઉપર પણ વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. માનવ રહિત ક્રોસિંગની સંખ્યા પણ ઘટી રહી છે. આ ઉપરાંત સુરક્ષા પાસાઓ ઉપર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
રેલવે માર્ચ ૨૦૨૦ સુધી માનવરહિત ક્રોસિંગને સંપૂર્ણપણે દૂર કરવાની યોજના ધરાવે છે. રેલવેની સુરક્ષા પાંચ વર્ષમાં સૌથી શ્રેષ્ઠ તરીકે રહી છે. ૭૫ અકસ્માતોમાં ૪૦ લોકોના મોત થયા છે. વિતેલા વર્ષોમાં આંકડો ખુબ વધારો હતો પરંતુ હવે નવા નવા ટ્રેક બનાવવાના લીધે સ્થિતિમાં સુધારો થયો છે. ૨૦૧૬થી ૨૦૧૭ વચ્ચે આઠ અકસ્માતો થયા હતા જેમાં ૨૪૯ લોકોના મોત થયા હતા.