ચેન્નાઈ: તમિળનાડુ કેબિનેટે રાજીવ ગાંધી હત્યા કેસમાં તમામ સાત અપરાધીઓનો છોડી મુકવા ભલામણ કરવાનો આજે નિર્ણય કર્યો હતો. બંધારણની કલમ ૧૬૧ હેઠળ આ ભલામણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી પલાનીસામીના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આ ભલામણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેબિનેટની બેઠક બે કલાક સુધી ચાલી હતી જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવા ભલામણ કરવામાં આવે છે.
ભલામણને તરત જ ગવર્નર પાસે મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ રાજ્યની કારોબારી સત્તા તરીકે છે. તેઓ સરકારના નિર્ણયને અમલી બનાવશે. કેબિનેટના આ નિર્ણયને ખુબ મહત્વપૂર્ણ ગણવમાં આવે છે. અપરાધી પૈકીના એક પેરારીવલનની અરજી ઉપર નિર્ણય લેવા સંબંધિત સત્તાવાળાઓને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. રાજીવ ગાંધીના તમામ હત્યારાઓ છેલ્લા ૨૭ વર્ષથી જેલમાં છે. અપરાધીઓ પૈકીના એકે મુખ્યમંત્રી સાથે હાલમાં બેઠક યોજી હતી.
આ અપરાધીની માતા આજે સાંજે તેમના આવાસ ઉપર મુખ્યમંત્રીને પણ મળી હતી અને સરકારનો આભાર માન્યો હતો. તેમના પુત્ર અને અન્ય છ અપરાધીઓને છોડી મુકવા માટે આ ભલામણ કરવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા અપરાધીની પત્નિએ આને રાજકીય રંગ ન આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. અપરાધીઓને મુક્ત કરવા રાજ્યપાલ ઝડપથી કામ કરશે તેવી ઇચ્છા સરકાર તરફથી વ્યક્ત કરવામાં આવી હતી. રાજીવ ગાંધી હત્યા કેસ ખુબ જ સનસનાટીપૂર્ણ રહ્યો છે. બંધારણની કલમ ૧૬૧ હેઠળ રાજ્યપાલને ભલામણ કરવાનો આ નિર્ણય લેવાયો છે.