ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી છે. ભારતીય સ્ટેટ બેંકે પોતાના વર્તમાન ગ્રાહકો માટે બીપીએલઆરના દરો અને બેઝ રેટમાં ૦.૩૦ ટકાની કપાત કરી છે. બેંક તરફથી થયેલો આ ઘટાડાને કારણે સામાન્ય માણસને ફાયદો મળશે. આ કપાતનો ફાયદો તે જ ગ્રાહકોને મળશે જેઓએ બીપીએલઆર અને બેઝ રેટ થકી લોન લીધી છે. નવા દરો ૧લી જાન્યુઆરી, ૨૦૧૮થી લાગૂ કરવામાં આવશે.
ભારતીય સ્ટેટ બેંક દ્વારા લેવાયેલી આ પહેલથી પર્સનલ લોન, ઓટોલોન અ હોમલોનના દર સસ્તી થઇ જશે. બેંક દ્વારા હોમ લોનની પ્રોસેસિંગ ફીમાં છૂટની મર્યાદા વધારી ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી કરી દીધી છે. બેંક દ્વારા બેઝ રેટમાં કપાતનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવા તરફનું એક પગલુ છે. આ પહેલ સાથે જ ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી છે.