નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે પોતાના ત્રણ દિવસીય કાર્યક્રમ માટે દેશભરના આશરે ૩૦૦૦ લોકોને આમંત્રણ આપ્યા છે. આ લોકોમાં તમામ રાજકીય વિચારધારાની સાથે જાડાયેલા લોકો સામેલ છે. જુદા જુદા સામાજિક અને ધાર્મિક ગ્રુપોના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. લઘુમતિ સમુદાયના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. ૧૭મી સપ્ટેમ્બરથી ૧૯મી સપ્ટેમ્બર દરમિયાન આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સંઘના વડા મોહન ભાગવત આ તમામ લોકો સાથે વાતચીત કરશે.
સંઘના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આમંત્રિત લોકોમાં ક્ષેત્રીય પક્ષોના રાજકીય નેતાઓ અને અન્યોનો પણ સમાવેશ થાય છે. જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. તેમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, બસપના નેતા માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનો સમાવેશ થાય છે. સુત્રોએ કહ્યુ છે કે ભળિષ્ય કા ભારત સંઘ કી દ્રષ્ટિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી, પાર્ટીના લોકસભામાં નેતા મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ થાય છે. એટલુ જ નહી અખિલેશ યાદવ અને મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે.ચન્દ્રબાબુ નાયડુને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે.
ત્રણ દિવસના કાર્યક્રમમાં દરરોજ ૮૦૦થી ૧૦૦૦ લોકોની હાજરી રહેશે. આમંત્રણ મોકલતા પહેલા એવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે પહેલા કોઇને કોઇ કાર્યક્રમમાં સામેલ રહી ચુક્યા છે. પોતાની વિચારધારાથી તમામને પરિચિત કરવાના હેતુથી આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે.