અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમાધાનકારીરીતે ઉકેલી લેવા ખોડલધામના વડા નરેશ પટેલ સવારે અમદાવાદ પહોંચ્યા હતા. અહીં નરેશ પટેલે અન્ય ટ્રસ્ટીઓ સાથે પણ વાત કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, તેઓ હાર્દિકને પારણા કરવા વિનંતી કરવા માટે આવ્યા છે. આ માટે ઉમિયાધામ અને ખોડલધામ બંને સંસ્થા પણ પ્રયાસ કરશે. હાર્દિક પટેલ ઉપવાસ છોડે અને પારણાં કરે તેવો ખોડલધામના વડા નરેશ પટેલે આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હાર્દિકની માંગણીઓ અને ભાવના લોકો સુધી પહોંચાડવા તેઓ ઇચ્છુક છે. હાર્દિકને મળવા માટે પણ મોડેથી નરેશ પટેલ પહોંચ્યા હતા.
શું તમે પણ ચારધામની સરળતાથી યાત્રા કરવા માગો છો, તો આ કામ કરવાનું ચૂકશો નહીં
દહેરાદૂન : આ વર્ષે એપ્રિલથી પવિત્ર ચારધામ યાત્રા માટે બુકિંગ શરૂ થતાંની સાથે જ આખા મહિનાની સીટો થોડા કલાકોમાં જ...
Read more