અમદાવાદ: પ્રણાલીબદ્ધ, મહત્વપૂર્ણ, ડિપોઝિટ ન લેતી નોન-બેકિંગ ફાઇનાન્શિયલ કંપની ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ(કંપની અથવા ઇશ્યૂઅર)એ વિવિધ સેગમેન્ટનાં ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારનાં કસ્ટમાઇઝ નાણાકીય ઉત્પાદનો પૂરાં પાડવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે કંપનીએ રૂ. ૬,૦૦,૦૦૦ લાખ સુધીનો રૂ. ૧,૦૦૦ની ફેસ વેલ્યુ ધરાવતાં સીક્યોર્ડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (સીક્યોર્ડ એનસીડીસ) પ્રસ્તુત કર્યો છે તેમજ રૂ. ૧,૫૦,૦૦૦ લાખથી રૂ. ૭,૫૦,૦૦૦ લાખ સુધીનો (શેલ્ફ લિમિટ) રૂ. ૧,૦૦૦ની ફેસ વેલ્યુ ધરાવતાં અનસીક્યોર્ડ, સબઓર્ડિનેટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (અનસીક્યોર્ડ એનસીડીસ) પ્રસ્તુત કર્યો છે, જે તા.૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ ખુલશે. ટ્રેન્ચ ઇશ્યૂની બેઝ ઇશ્યૂ સાઇઝ રૂ. ૨૦૦,૦૦૦ લાખ છે, જેમાં રૂ. ૭૫૦,૦૦૦ લાખ (શેલ્ફ લિમિટ) સુધીનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો વિકલ્પ છે.
ઇશ્યૂ તા.૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ બંધ થશે એમ અત્રે ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડનાં નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રાજીવ સભરવાલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ટ્રેન્ચ ઇશ્યૂ હેઠળ ઇશ્યૂ થનાર એનસીડીસને ક્રિસિલે તા.૧૫ ઓગસ્ટ, ૨૦૧૮નાં રોજ રૂ. ૭૫૦,૦૦૦ લાખ સુધીની રકમ માટે ક્રિસીલ એએએ-સ્ટેબલ રેટિંગ આપ્યું હતું. આ જ ઇશ્યૂને કેર રેટિંગ્સે તા.૧૪ ઓગસ્ટ, ૨૦૧૮નાં રોજ કેર એએએ-સ્ટેબલ રેટિંગ આપ્યું હતું. ક્રિસિલ દ્વારા એનસીડીસને રેટિંગ્સ નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવા સાથે સંબંધિત ઊંચી સલામતી સૂચવે છે. ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિ.નાં નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજીવ સભરવાલ અને એમડી કુશલ રોયે જણાવ્યું હતું કે, ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસની એસેટ રિટેલ, એસએમઇ અને કમર્શિયલ ફાઇનાન્સમાં એસેટ સાથે સારી રીતે ડાઇવર્સિફાઇડ પ્લેટફોર્મ છે.
કંપની એનાં એએએ રેટિંગ્સ, વિસ્તૃત વિતરણ નેટવર્ક અને મજબૂત ટેકનોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એનબીએફસી સ્પેસમાં વૃદ્ધિની તકોનો લાભ લેવાની સારી સ્થિતિમાં છે. અમે ભવિષ્યમાં અમારાં ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા અમારી ડિજિટલ કામગીરી વધારીશું. તમામ વિકલ્પોમાં અરજી કરવાની લઘુતમ રકમ સંયુક્તપણે રૂ. ૧૦,૦૦૦ (રૂપિયા દસ હજાર ફક્ત) છે અને લઘુતમ અરજીની રકમ પછી રૂ. ૧૦૦૦ની ફેસ વેલ્યુ ધરાવતાં તમામ વિકલ્પોમાં અરજી કરવાની લઘુતમ રકમ પછી એક (૧) એનસીડીનાં ગુણાંકમાં છે.
ફાળવણી વહેલા-એ-પહેલા-ધોરણે (ઓવરસબસ્ક્રિપ્શનની તારીખ સિવાય, જો કોઈ હોય તો, જ્યારે અરજી કરનાર તમામ રોકાણકારોને કથિત તારીખે સપ્રમાણ આધારે ફાળવણી) થશે. શેલ્ફ પ્રોસ્પેક્ટ્સ અને ટ્રેન્ચ પ્રોસ્પેક્ટ્સ મારફતે ઓફર થયેલા બંને એનસીડીસનું લિસ્ટિંગ તા.૨૯ સપ્ટેમ્બર,૨૦૧૮નાં રોજ બીએસઈ લિમિટેડ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનએસઈ) પર થશે. ઇશ્યૂનાં લીડ મેનેજર એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, એ કે કેપિટલ સર્વિસીસ લિમિટેડ અને એક્સિસ બેંક લિમિટેડ છે. ઇશ્યૂના ત્રણ અલગ અલગ વિકલ્પોમાં એનસીડીસની કેટેગરી-૧થી ૪માં વાર્ષિક ૮.૭૦ ટકાથી લઇ ૯.૧૦ ટકા સુધીનું આકર્ષક વ્યાજ રોકાણકારોને મળશે.