નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે નવા આદેશ જારી કરવામાં ન આવે ત્યા સુધી આસામના નેશનલ રજીસ્ટર્ડ ઓફ સિટિઝનમાં ફાઈનલ ડ્રાફ્ટના સંદર્ભમાં દાવાઓ અને વાંધોઓ સ્વીકારવાની પ્રક્રિયા ફરી એકવાર મોકુફ કરી દીધઈ છે. આસામના એનઆરસીનો ફાઈનલ ડ્રાફ્ટ ૩૦મી જુલાઈના દિવસે રજુ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ૩.૨૯ કરોડ લોકો પૈસી ૨.૮૯ કરોડ લોકો દ્વારા દેશના નાગરિકો માટે અરજી કરવામાં આવી હતી.
આ પૈકી ૪૦ લાખથી વધુ લોકો ફાયનલ ડ્રાફ્ટમાં ન હતા. ૩૭.૫૯ નામ રિજેસ્ટ કરી દેવામાં આવ્યા હતા. ૨.૪૮ લાખ નામ હોલ્ડ ઉપર મુકી દેવામાં આવ્યા હતા. દાવા અને વાંધોઓ કરવા માટેની પ્રક્રિયા ૩૦મી ઓગસ્ટના દિવસે શરૂ કરવામાં આવી હતી જે ૨૮મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનાર છે. ગયા મંગળવારના દિવસે સુપ્રિમ કોર્ટે આસામના ફાઈનલ ડ્રાફ્ટના સંદર્ભમાં દાવા અને વાંધોના સંદર્ભમાં રજુઆત કરવાની પ્રક્રિયાને મોકુફ કરી હતી.
એનઆરસીના કોઓર્ડિનેટર પ્રતિક હજેલા દ્વારા સુપ્રિમ કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી. એક રિપોર્ટ પણ રજુ કરાયો હતો. સુપ્રિમ કોર્ટે એનઆરસી કોઓર્ડિનેટરના સૂચનના સંદર્ભમાં બે સપ્તાહમાં જવાબ આપવા માટે કેન્દ્ર સરકાર અને સંબંધિતોને કહ્યું હતું.