નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટ ગુરૂવારના દિવસે આઈપીસીની કલમ ૩૭૭ની બંધારણીય કાયદેસરતાના સંબંધમાં પોતાનો ચુકાદો આપશે. સજાતિય સંબંધ અપરાધ છે કે કેમ તે અંગે સુપ્રિમ કોર્ટ આવતીકાલે પોતાનો ઐતિહાસિક ચુકાદો જાહેર કરનાર છે. આઈપીસીની આ કલમ હેઠળ હોમો સેક્સયુલિટી અથવા તો સજાતિય સંબંધને અપરાધની શ્રેણીમાં મુકવામાં આવે છે. સુપ્રિમ કોર્ટમાં કલમ ૩૭૭ની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકીને અરજી દાખલ કરવામાં આવી છે. ચીફ જસ્ટીસના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેચ દ્વારા આ મામલાની સુનાવણી કરવામાં આવી રહી છે.
સુપ્રિમ કોર્ટમાં આ મામલાની સુનાવણી પરિપૂર્ણ થઈ ચુકી છે. ૧૭મી જુલાઈના દિવસે સુપ્રિમ કોર્ટે આ અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ મામલાની સુનાવણી કરનાર બેચમાં ચીફ જસ્ટીસ દિપક મિશ્રા જસ્ટીસ આરએફ નરીમન, જસ્ટીસ ખાનવીલકર, જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટીસ ઈન્દુ મલહોત્રા સામેલ છે. આ પહેલા સજાતિય સંબંધોમાં અપરાધની શ્રેણીથી બહાર કરવામાં આવે કે તેમ તેને લઈને મોદી સરકારે આ ચુકાદો સુપ્રિમ કોર્ટ ઉપર છોડી દીધો હતો. આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કલમ ૩૭૭ પર કોઈ વલણ અપનાવ્યું નથી. કેન્દ્ર સરકારે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ૩૭૭ હેઠળ સહમતી સાથે પુખ્તવયના લોકો વચ્ચે સજાતિય સંબંધો યોગ્ય છે કે કેમ તે અંગે કોર્ટ નક્કી કરશે. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં એવી રજુઆત કરી હતી કે સજાતિય લગ્ન, સંપત્તિ અને પૌત્રુક અધિકારો જેવા મુદ્દા પર વિચાર કરવામાં ન આવે. ૨૦૦૯માં દિલ્હી હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને કલમ ૩૭૭ના મામલામાં ચુકાદો આપ્યો હતો. ૨૭મી એપ્રિલના દિવસે હમસફર ટ્રસ્ટ અને આરીફ જફર દ્વારા કલમ ૩૭૭ સામે અરજીઓ દાખલ કરી હતી.
અગાઉ ૧૭મી જુલાઈના દિવસે સજાતિય સંબંધો અપરાધ છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટ આ સંદર્ભમાં અંતિમ નિર્ણય કરી શકે છે. એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતા તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. તે પહેલા આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કલમ ૩૭૭ના સંદર્ભમાં કોઇપણ વલણ અપનાવ્યું ન હતું અને કહ્યું હતું કે, ૩૭૭ના સંબંધમાં સહમતિ સાથે પુખ્તવયના લોકોના સજાતિય સંબંધો અપરાધ છે કે કેમ તે અંગે કોર્ટ જ નિર્ણય કરી શકે છે. ૩૭૭ હેઠળ આ કોઇ અપરાધ છે કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટ નિર્ણય લઇ શકે છે. એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સરકાર તરફથી કહ્યું હતું કે, અમે ૩૭૭ની કાયદેસરતાના મામલાને સુપ્રીમ કોર્ટ ઉપર છોડી રહ્યા છીએ પરંતુ સુનાવણી માટેની હદ વધે છે કે સરકાર એફિડેવિટ દાખલ કરશે.
ઇન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ ૩૭૭ની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકતી અરજીઓ ઉપર ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ આરએફ નરિમન, જસ્ટિસ એએમ ખાનવીલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની પાંચ જજની બેંચે સુનાવણી હાથ ધરી હતી. કેન્દ્રએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિ સાથે બનાવવામાં આવેલા સંબંધો સાથે જાડાયેલી કલમ ૩૭૭ની કાયદેસરતાના મુદ્દા ઉપર અમે કોર્ટના ઉપર નિર્ણય છોડી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તે પોતે પણ આ બાબત પર વિચાર કરવા સુધી મર્યાદિત રહેશે કે કલમ ૩૭૭ બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિથી બનાવવામાં આવેલા સંબંધોને લઇને ગેરબંધારણીય છે કે કેમ. કલમ ૩૭૭ પર કેન્દ્ર સરકારે એફિડેવિટ મારફતે કોઇ પક્ષ ન મુકીને સમગ્ર નિર્ણય સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દીધો હતો.અગાઉની સુનાવણી દરમિયાન એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, ૩૭૭ હેઠળ સહમતિ સાથે પુખ્તવયના લોકો વચ્ચે સજાતિય સંબંધો અપરાધ છે કે કેમ તે અંગે પોતે નિર્ણય કરે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રના વકીલે કહ્યું હતું કે, સુનાવણી કલમ ૩૭૭ની બંધારણીયતા ઉપર જ મર્યાદિત રહેવી જાઇએ. ચર્ચનું પ્રતિનિધિત્વ કરનાર વકીલ મનોજ જ્યોર્જે કહ્યું હતું કે, સજાતિય સેક્સ સંબંધોને ગુના તરીકે ગણવામાં આવે. ત્યારબાદ અન્ય દલીલો પણ કરવામાં આવી હતી.