અમદાવાદ: રાજયના ફુડ્ઝ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો.એચ.જી.કોશીયાએ જણાવ્યું કે, શહેરના કાંકરિયા વિસ્તારની સ્ટ્રીટ ફુડને દેશની સૌપ્રથમ કલીન સ્ટ્રીટ ફુડ હબ તરીકેની આજે અધિકૃત ઘોષણા કરવામાં આવી હતી. જે અમદાવાદ અને ગુજરાત માટે ઘણા ગૌરવની વાત કહી શકાય. આ સાથે નાગરિકો ઘેરબેઠા જ ખાદ્યચીજાનું પૃથ્થકરણ કરી શકે તે માટે ભેળસેળ અટકાવવા અંગેની, મહિલાઓ જાતે રસોઇ, અનાજની કેવી રીતે જાળવણી અને તેનો નિકાલ કરવો સહિતની જાણકારી મેળવી શકે તેની પિન્ક બુક અને બાળકોને હેલ્થ ટિપ્સ આપતી યલો બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તો, રૂકોમાં સહયોગ માટે ગુજરાતની ફુડ ઇન્ડસ્ટ્રીઝે સંકલ્પ લીધો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડો.ખ્યાતિ ‘રેવા’ પુરોહિતના પુસ્તક ‘મુઝ મેં મિથિલા બસ ગયા – મિથિલાંચલ ડાયરી’નું લોકાર્પણ થયું
ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદનાં રાષ્ટ્રીય સંગઠનમંત્રી શ્રદ્ધેય શ્રીધર પરાડકરજીના હસ્તે અમદાવાદનાં પત્રકાર-અધ્યાપિકા ડૉ.ખ્યાતિ ‘રેવા’...
Read more