મુંબઇ: શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે રૂપિયામાં ઘટાડો રહેતા તેની અસર પણ જાવા મળી હતી. સતત ત્રીજા કારોબારી સેશનમાં રેકોર્ડ ઘટાડો જાવા મળ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૧૫૫ પોઇન્ટ ઘટીને ૩૮૧૫૮ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૬૨ પોઇન્ટ ઘટીને ૧૧૫૨૦ની નીચી સપાટીએ રહ્યો હતો. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો એચડીએફસી બેંક, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંક જેવા શેરમાં ૧થી ૩.૩ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો.
સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં બે ટકાનો વધારો નોંધાયો હતો. એચસીએલ અને તાતા કન્સલટન્સીના શેરમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ સેબી દ્વારા લેવામાં આવેલા પગલા સામે નિરાશા વ્યક્ત કરી છે. ૧૦ એપ્રિલના દિવસે સેબીએ કેવાયસી ધારાધોરણમાં સુધારા કર્યા હતા. એફપીઆઈ દ્વારા કેટલાક મામલામાં લોબી ચલાવવામાં આવી રહી છે.
આગામી સપ્તાહમાં અનેક કંપનીઓના પરિણામ જારી કરવામાં આવનાર છે જેમાં મારુતિ સુઝુકી, તાતા અને મહિન્દ્રા શનિવારના દિવસે તેમના વેચાણના આંકડા જારી કરશે. શુક્રવારના દિવસે જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા હતા જેમાં જૂન ત્રિમાસિક ગાળામાં ઉલ્લેખનીય સ્થિતિ રજૂ કરવામાં આવી હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ રેટ રેકોર્ડ ગતિએ વધીને ૮.૨ ટકા સુધી પહોંચી ગયો છે. શુક્રવારે ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર સૌથી ઝડપથી વધતા મોદી સરકારને પણ મોટી રાહત મળી છે.
જીડીપી ગ્રોથરેટ છેલ્લા ત્રિમાસિક ગાળામાં ૭.૭ ટકા હતો જ્યારે અગાઉના નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૫૯ ટકા હતો. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી કરતા પણ વધારે ઉંચો ગ્રોથરેટ રહ્યો છે. ભારત સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકે હોવાની વિગત હવે સ્પષ્ટ થઇ ચુકી છે. બીજા ત્રિમાસિક ગાળામાં ચીનમાં ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો હતો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટાના બીજા સેટમાં આ કોર સેક્ટરમાં ગ્રોથ રેટ જુલાઈમાં ૬.૬ ટકા રહ્યો છે જે કોલસા, રિફાઈનરી, સિમેન્ટ, ફર્ટીલાઇઝરમાં હેલ્થી ઉત્પાદનનું ચિત્ર રજૂ કરે છે.