કોલકત્તા: એનટીપીસીની ૪૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા પૂર્વીય ભારતમાં સ્થિત પ્લાન્ટને કોલસાની સપ્લાય કરનાર માઇનમાં સ્ટોક ખતમ થવાના આરે છે. આના કારણે દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં થનારપાવર સપ્લાય ખુબ વહેલી તકે પ્રભાવિત થવાની શક્યતા છે. ભૂમિ અધિગ્રહણ સાથે જોડાયેલા વિવાદોના કારણે આ માઇનના વિસ્તરણમાં વિલંબની સ્થિતી સર્જાઇ ગઇ છે. જેના કારણે આ વિસ્તારમાં સ્થિત બે મહત્વપૂર્ણ પ્લાન્ટના પ્રોડક્શનમાં ભારે ઘટાડો થયો છે. સાથે સાથે તેમના સ્ટોક્સ પણ ખાલી થઇ રહ્યા છે.
કેન્દ્ર સરકાર આ મુદ્દાને ઉકેલવા માટે સ્થાનિક વહીવટીતંત્રના સીધા સંપર્કમાં છે. એનટીપીસીના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ઝારખંડના રાજમહેલ માઇન્સથી કોલ ઇન્ડિયા સરેરાશ ૫૫૦૦૦ ટન કોલસાની સપ્લાય કરે છે. હવે આ જથ્થો ઘટીને ૪૦૦૦૦ ટન સુધી પહોંચી ગયો છે. વરસાદના દિવસોમાં આ જથ્થો ઘટીને ૨૦૦૦૦ ટન સુધી નીચે પહોંચી જાય છે.
આના પરિણામસ્વરૂપે પાવર પ્લાન્ટ્સની પાસે જમા સ્ટોક્સમાં ઘટાડો થઇ જાય છે. એનટીપીસીના ફરક્કા પાવર પ્લાન્ટમાં સ્ટોક્સ ઘટીને ૪૦૦૦ ટન સુધી પહોંચી ગયો છે. જે બે મહિના પહેલા સુધી ૨.૫ લાખ ટનની આસપાસ રહેતા રાહત રહેતી હતી. કોલ ઇÂન્ડયાના કારોબારીના કહેવા મુજબ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કેટલાક જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે.