નવી દિલ્હી :દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ આજે તેના બેન્ચમાર્ક લેન્ડીંગ રેટ અથવા તો એમસીએલઆરમાં ૦.૨ ટકાનો વધારો કર્યો હતો અને આની સાથે જ હોમ, ઓટો અને અન્ય લોન વધુ મોંઘી બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અન્ય બેન્કો પણ આ દિશામાં આગળ વધીને લેન્ડીંગ રેટમાં વધારો કરે તેવી શક્યતા છે. નવા રેટને તાત્કાલિક ધોરણે અમલી કરવામાં આવ્યા છે. એસીઆઈએ લેન્ડીંગ રેટમાં ૨૦ બેઝીક પોઈન્ટનો વધારો કરી દીધો છે. ત્રણ વર્ષ સુધીની મુદત માટે આ વધારો ઝીંકવામાં આવ્યો છે. હવે એસબીઆઈના એમસીએલઆર હાલમાં ૮.૯ ટકાની સામે ૮.૧ ટકા થશે.
એસબીઆઈની વેબસાઈટમાં આ મુજબની વાત કરવામાં આવી છે. એક વર્ષની અવધિ માટે એમસીએલઆર અગાઉ ૮.૨૫ ટકાથી વધારીને હવે ૮.૪૧ ટકા કરાયો છે. મોટાભાગની રિટેઇલ લોન એક વર્ષના એમસીએલઆર સામે બેચમાર્ક રહેશે. ત્રણ વર્ષ માટે એમસીએલઆર હવે ૮.૪૧ ટકાથી વધારીને ૮.૬૫ ટકા કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હાલમાં જ લેન્ડીંગ રેટમાં ૨૫ બેઝીક પોઈન્ટનો વધારો કરીને ૬.૫૦ ટકા કર્યો હતો. આરબીઆઈએ ગયા મહિનામાં રેટમાં ૨૫ બેઝીક પોઈન્ટનો વધારો કર્યો હતો. લેન્ડીંગ રેટને રેપોરેટ પણ કહેવામાં આવે છે. એટલે કે વ્યાજદરમાં વધારો કર્યો હતો.
આરબીઆઈની છઠ્ઠી જૂનના દિવસે મળેલી બેઠકમાં રેપોરેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આનીસાથે જ રેપોરેટ ૬.૨૫ ટકા કરી દેવામાં આવ્યો હતો. આ વધારો ૨૮મી જાન્યુઆરી બાદથી પ્રથમ વખત વધારો હતો. ૨૮મી જાન્યુઆરી ૨૦૧૪ બાદ પ્રથમ વખત વધારો કરાયો હતો. તે વખતે રેટને ૮ ટકા રાખવામાં આવ્યો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ છઠ્ઠી જૂનના દિવસે પોતાની બેઠકમાં રેટમાં વધારો કરીને તમામને ચોંકાવી દીધા હતા. આરબીઆઈએ રેપોરેટમાં વધારો કરતા તમામ ચોંકી ગયા હતા.