નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કને શરૂ કરતી વેળા અગાઉની સરકાર ઉપર પણ તેજાબી પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે અગાઉની યુપીએ સરકાર દેશની અર્થવ્યવસ્થાને લેન્ડમાઈન્સ ઉપર બેસાડીને ગઈ હતી. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક લોન્ચ કરતી વેળા મોદીએ કહ્યું હતું કે લોન ડિફોલ્ટર્સ પાસેથી સરકાર એક એક પૈસાની વસુલાત કરનાર છે. મોદીએ નોન પર્ફોમિંગ એસેટ (એનપીએ) સમસ્યા માટે અગાઉની યુપીએ સરકારને જવાબદાર ઠેરવી હતી. મોદીએ કહ્યું હતું કે નામદારોએ ફોન બેન્કીંગ મારફતે માત્ર છ વર્ષમાં લાખો કરોડો રૂપિયા કેટલાક લોકોને આપી દીધા હતા. મોદીએ કહ્યું હતું કે યુપીએ સરકાર દેશની અર્થવ્યવસ્થાને લેન્ડમાઈન્સ ઉપર બેસાડીને જતી રહી હતી.
સ્વતંત્રતા બાદથી લઈને ૨૦૦૮ સુધી અમારા દેશની તમામ બેન્કોને કુલ મળીને ૧૮ લાખ કરોડ રૂપિયા રકમ લોન તરીકે આપવામાં આવી હતી પરંતુ ૨૦૦૮ બાદ માત્ર છ વર્ષના ગાળામાં જ આ રકમ વધીને બાવન લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. હવે મોદી આવશે અને રડતા રડતા કામ કરતા રહેશે તેવી ગણતરી કરવામાં આવી હતી. એટલે કે જેટલી લોન બેન્કોએ સ્વતંત્રતા બાદ આપી હતી તેની બે ગણી લોન અગાઉની સરકારના છ વર્ષના ગાળામાં આપવામાં આવી હતી. મોદીએ કહ્યું હતું કે આ લોન કઈ રીતે આપવામાં આવતી હતી. મોદીએ કહ્યું હતું કે તેરા ભી ભલા મેરા ભી ભલાના હેતુ સાથે આ લોન આપવામાં આવતી હતી. એ વખતે ફોન બેન્કીંગની એક પરંપરા આવી હતી. નામદાર જા ફોન કરે તો લોન મળી જતી હતી.
જે વ્યÂક્તને પણ લોન જાઈએ તે તરફથી નામદારો બેન્કોમાં ફોન કરી દેતા હતા. બેન્કવાળા ત્યારબાદ અબજાની લોન આપી દેતા હતા. તમામ બાબત કાયદાથી ઉપર હતી. નામદારોના ફોન સૌથી મહત્વપૂર્ણ હતા. પ્રશ્ન એ ઉઠે છે કે બેન્કોએ કેમ ઈનકાર કર્યો ન હતો. કારણ કે નામદારો તરફથી જ અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. જ્યારે આ લોકો ડિફોલ્ટ કરવા લાગ્યા ત્યારે બેન્કોને ફોન આવવા લાગી ગયા હતા અને ફરી લોન આપવાની માગ કરવામાં આવી હતી. એક લોન લઈને બીજી લોનની ચૂકવણી કરવામાં આવી રહી હતી. જે લોકો આ ગોરખ ધંધામાં હતા તેમને આ અંગે માહિતી હતી કે એક દિવસે ચોક્કસપણે પોલ ખુલી જશે. મોદીએ કહ્યું હતું કે વધુ એક કાવતરું પણ રચવામાં આવ્યું હતું. કેટલા પૈસા ફસાયેલા છે તે માહિતી છુપાવવામાં આવી હતી. દેશને કહેવામાં આવ્યું કે માત્ર બે લાખ કરોડ રૂપિયા ફસાયેલા છે. ૨૦૧૪માં જ્યારે અમારી સરકાર બની ત્યારે બેન્કોને સાચા જવાબ સાથે રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે જાણવા મળ્યું કે નવ લાખ કરોડ રૂપિયા ફસાયેલા છે. વ્યાજ જાડાઈ જવાના કારણે આ રકમ સતત વધી રહી હતી.
૨૦૧૪માં સરકાર બન્યાના થોડાક મહિના બાદ જ અમને આ અંગેની માહિતી મળી ગઈ હતી કે નામદાર દેશને એવી લેન્ડમાઈન ઉપર બેસાડીને ગયા છે જેને કારણે વિસ્ફોટ થઈ જવાની સ્થિતિ હતી. તે વખતે જા દેશને કહેવામાં આવ્યું હતો તો વિસ્ફોટ થવાની દહેશત હતી. અમે ખુબ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા હતા. તેમણે ઉમેર્યુ ંહતું કે એનપીએ સમસ્યાથી બહાર નિકળવા માટે અમે તૈયારી કરી લીધી હતી. અમારી સરકારે એનપીએની સમસ્યાને દેશની સમક્ષ રજુ કરી હતી. અમે કઠોર પગલાં લેવાની શરૂઆત કરી હતી. ૫૦ કરોડથી વધુની લોનમાં તપાસ કરાવી હતી. કાયદા બદલવામાં આવ્યા હતા. બેન્કોના મર્જર કરવામાં આવ્યા હતા. જાહેર ક્ષેત્રની બેન્કોમાં સતત સુધારા કરવામાં આવ્યા છે.
ફરાર થયેલાઓની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. મોટી લોન લેનારની બેન્ક ડિટેઈલ પણ સરકારની પાસે આવી ગઈ છે. ૧૨ સૌથી મોટા ડિફોલ્ટર જેમને ૨૦૧૪ પહેલા લોન આપવામાં આવી હતી તેમના એનડીએની રકમ પોણા બે લાખ કરોડ રૂપિયા છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા ૧૨ ઉપરાંત અન્ય ૨૭ની સામે આશરે એક લાખ કરોડ રૂપિયા એનપીએ છે. તેમની વાપસી પર કાર્યવાહી ચાલી રહી છે. જે લોકને એમ લાગતું હતું કે તેમના ખાતામાં માત્ર ઈન કમિંગ રહેશે પરંતુ હવે આઉટ ગોઈંગની શરૂઆત થઈ ચુકી છે. મોદીએ કહ્યું હતું કે પહેલા બેન્કો આ લોકોની પાછળ ફરતા હતા. અમે એવા કાયદા બનાવી રહ્યા છીએ જેના લીધે આ લોકો પોતે બેન્કની પાછળ દોડતા થયા છે. તપાસ સંસ્થાઓ વધુ મક્કમ રીતે કાર્યવાહી કરી રહી છે.
નામદારોના આશિર્વાદથી પહેલા મોટા લોકોને લોન મળતી હતી. હવે ટપાલીના આશિર્વાદથી સામાન્ય લોકોને લોન મળી શકશે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે એકબાજુ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો છે ત્યારે બીજી બાજુ અર્થવ્યવસ્થાએ પણ મેડલ જીત્યો છે. ૮.૨ ટકાનો વિકાસ દર ભારતની તાકાતને દર્શાવે છે.