મુંબઇ: બોલિવુડમાં નવી નવી જોડીને ચમકાવવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. રેમો ડિસુઝાએ પોતાની આગામી ફિલ્મને લઇને સત્તાવાર જાહેરાત કર્યા બાદથી ફિલ્મને લઇને વ્યાપક ચર્ચા છે. આ ફિલ્મમાં વરૂણ ધવન અને કેટરીના કેફ કામ કરી રહ્યા છે. આ જાડી છવાઇ જવા માટે તૈયાર છે. મળેલી માહિતી મુજબ દરેક વખની જેમ જ આ વખતે પણ રેમોની આ ફિલ્મ ડાન્સ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે રેમો દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. મળેલી માહિતી મુજબ રેમો ફિલ્મમાં ૪ ડી ટેકનોલોજીનો ઉપયોગ કરનાર છે. રેમો નવી ફિલ્મ મારફતે નવી ટેકનોલોજી સાથે મેદાનમાં આવનાર છે. ફિલ્મને ૪ ડી ટેકનોલોજીમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે.
એક વાતચીતમાં રેમોએ કહ્યુ છે કે તેઓ અને તેમની ટીમ ૪ ડી ટેકનોલોજી પર માહિતી મેળવી રહી છે. તેઓ નવી ટેકનોલોજી શિખવાને લઇને વ્યસ્ત છે. થોડાક પહેલાના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે રેમોએ પોતાની છેલ્લી ફિલ્મ એબીસીડી -૨ ફિલ્મ ૩ડીમાં તૈયાર કરી હતી. લોકોને આના વિજ્યુઅલ ઇફેક્ટ ખુબ પસંદ પડ્યા હતા. રેમો સારી રીતે જાણે છે કે લોકો પણ તેમની પાસેથી નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તે માટેની અપેક્ષા રાખે છે. રેમોની છેલ્લે રેસ-૩ ફિલ્મ લોકોને પસંદ પડી હતી.
આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય રોલમાં હતો. ફિલ્મમાં અન્ય કલાકારો પણ હતા. જેમાં બોબી દેઓલ, અનિલ કપુર પણ હતા. અભિનેત્રીઓમાં જેક્લીન, ડેઝી શાહ નજરે પડી હતી. વરૂણ સાથે રેમો પહેલા પણ ફિલ્મ બનાવી ચુક્યા છે જેથી તેની કુશળતાથી રેમો વાકેફ છે. રેમોને આધુનિક ફિલ્મ નિર્માણ સાથે જાડાયેલા કુશળ લોકો પૈકી એક તરીકે ગણવામાં આવે છે. રેમોની ફિલ્મને લઇને વરૂણ પણ આશાવાદી છે. વરૂણને વર્તમાન સમયના આશાસ્પદ સ્ટાર તરીકે ગણવામાં આવે છે.