અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઇ કાલ પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. રાજ્યના જુદા જુદા ભાગોમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. મોનસુન સક્રિય રહ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં આજે સવારે અને સાંજે વરસાદી માહોલ રહ્યો હતો. નિયમિત ગાળામાં હળવા ઝાપટા પડ્યા હતા. સાંજે તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો જેથી માર્ગો ઉપર પાણી દેખાયા હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાની મહેર ચાલુ રહેતાં નગરજનોમાં ખુશીની લાગણી જાવા મળી રહી છે. આજે શહેરમાં નિયમિત ગાળામાં છૂટાછવાયા વરસાદના ઝાપટાં ચાલુ રહેતાં વાતાવરણ ઠંડુગાર બન્યુ હતુ.
શહેરમાં વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં પડતાં વાતાવરણ ઠંડુ અને આહ્લાદક બની ગયું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં વધુ એક મોટો ભુવો પડ્યા બાદ આ ભુવાને દૂર કરવા માટે એએમસી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી ચુકી છે. આજે એએમસીના કર્મીઓ કામે લાગેલા નજરે પડ્યા હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાની સતત મહેર ચાલુ રહેતાં નગરજનોમાં ખુશીની લાગણી જાવા મળી રહી છે.
મોડી રાતથી હળવાથી ભારે વરસાદના ઝાપટાં શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલુ થયા હતા. વરસાદના છૂટાછવાયા ઝાપટાંના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય પાણી ભરાયા હતા. શહેરના સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા, ગુરૂકુળ, થલતેજ, બોપલ, મેમનગર, નિકોલ, વસ્ત્રાપુર, શાહીબાગ, બાપુનગર, મકરબા, રાયપુર, દાણીલીમડા, કાલુપુર, જીવરાજપાર્ક, એસ.જી.હાઈવે, ઘુમા, વાડજ, સાબરમતી અને વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ હળવાથી ભારે વરસાદ વરસાવ્યો હતો. શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાની, ખાડાઓ પડવાની અને રસ્તાઓના ધોવાણની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી હતી. જીવરાજ પાર્કના મોટા ભુવાને દૂર કરવા માટે કાર્યવાહી શરૂ થતાં સ્થાનિક લોકોની ફરિયાદ દૂર થઇ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારસુધીમાં ૬૪થી વધુ ભુવાઓ પડી ચૂકયા છે તો, ખાડાઓ પડવાની અને રસ્તાઓ ધોવાણ થઇ ગયા હોવાની સંખ્યાબંધ ફરિયાદો છે.