નવીદિલ્હી : નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રમથ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ રેટ રેકોર્ડ ગતિએ વધીને ૮.૨ ટકા સુધી પહોંચી ગયો છે. આજ ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર સૌથી ઝડપથી વધતા મોદી સરકારને પણ મોટી રાહત મળી છે. હાલમાં સરકાર માટે એક પછી એક નિરાશાજનક આંકડા આવી રહ્યા છે ત્યારે આ આંકડા મોદી સરકાર માટે રાહત લઇને આવ્યા છે. ગ્રોસ વેલ્યુએડેડ ગ્રોથરેટ ત્રિમાસિક ગાળામાં આઠ ટકા રહ્યો છે. મહત્વપૂર્ણ વિકાસના આંકડા નીચે મુજબ છે.
- નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે જીડીપી ગ્રોથરેટનો આંકડો ૮.૨ ટકા રહ્યો જે અર્થશા†ીઓની ૭.૬ ટકાની ગણતરી કરતા પણ ખુબ ઉંચો રહ્યો છે
- ભારત ૨૦૧૭માં જ ફ્રાંસને પાછળ છોડીને ૨.૬ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની ગયું હતું જે વિશ્વમાં છઠ્ઠુ સૌથી મોટુ અર્થતંત્ર બન્યું છે
- છેલ્લા આઠ ત્રિમાસિક ગાળામાં આર્થિક પ્રવૃત્તિ સૌથી ઝડપી રહી છે
- કોલસા, રિફાઇનરી પ્રોડક્ટ, સિમેન્ટ અને ખાતરમં હેલ્થી ઉત્પાદનના આંકડા પણ સપાટીએ આવ્યા
- જુલાઈ કોર સેક્ટર ડેટા ૬.૬ ટકા રહ્યો છે
- જુલાઈ જીએસટી વસુલાતનો આંકડો ૯૩૦ અબજ રૂપિયા રહ્યો છે જે જુનમાં વસુલ કરવામાં આવેલા ૯૬૦.૪ અબજની સામે આંકડો છે
- એપ્રિલ-જુલાઈ નેટ ટેક્સ રેવેન્યુનો આંકડો ૨.૯૩ ટ્રિલિયન રૂપિયાનો રહ્યો છે જે આ ગાળામાં કુલ ખર્ચ પૈકી ખુબ આશાસ્પદ આંકડાનો સંકેત આપે છે
- સ્ટીલ સેક્ટરમાં સ્થિતિ સારી રહી છે
- કોલસા, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ, ખાતર, સ્ટીલ, સિમેન્ટ, ઇલેક્ટ્રીસિટી એમ કુલ આઠ કોર સેક્ટરનો ગ્રોથ છેલ્લા વર્ષમાં જુલાઈ મહિનામાં ૨.૯ ટકા હતો
- કોલસા, રિફાઇનરી, ખાતર અને સિમેન્ટમાં આઉટપુટનો આંકડો ક્રમશઃ જુલાઈ ૨૦૧૮માં ૯.૭, ૧૨.૩, ૧.૩ અને ૧૦.૮ ટકા રહ્યો છે
- ક્રૂડ ઓઇલના પ્રોડક્શનમાં ગ્રોથરેટ અને નેચરલ ગેસમાં ગ્રોથરેટ નેગેટિવ ગ્રોથમાં નોંધાયો છે