મુંબઇ: શેરબજારમાં આજે ફ્લેટ સ્થિતિ રહી હતી. ઓગસ્ટ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની અવધિ પૂર્ણ થયા બાદ શેરબજારમાં ફ્લેટ કારોબાર રહ્યો હતો. આજે સેંસેક્સ ૩૩ પોઇન્ટ ઘટીને ૩૮૬૯૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૫ પોઇન્ટ ઘટીને ૧૧૬૭૭ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. મારુતિ સુઝુકી અને અન્ય ઘણા શેરોમાં કડાકો બોલી ગયો હતો.
નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૦.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. આરબીએલ બેંક, યશ બેંકના શેરમાં મોટો ઘટાડો રહ્યો હતો. વ્યÂક્તગત શેરોમાં રિલાયન્સના શેરમાં ૧.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. કાર બનાવતી કંપની મારુતિ સુઝુકીના શેરમાં ૧.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. મૂડીરોકાણકારો આવતીકાલે જારી કરવામાં આવનાર જીડીપીના આંકડાને લઇને આશાવાદી બનેલા છે. ભારતના જીડીપીના આંકડા અને ફિસ્કલ ડેફિસિટના આંકડા શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. હાલમાં જ કરવામાં આવેલા એક પોલમાં જણાવવામાં આવ્યું છે કે, મેન્યુફેક્ચરિંગ અને નિકાસમાં સુધારો થવાના પરિણામ સ્વરુપે જીડીપી ૭.૬ ટકા રહી શકે છે. સ્થાનિક માંગ મજબૂત રહી શકે છે. એશિયન બજારમાં પ્રવાહી સ્થિતિ જાવા મળી રહી છે.
રૂપિયા માટેની નજીકની ટર્મ રેન્જ ૭૦.૨૦ સુધી રહી શકે છે.અમેરિકા-મેÂક્સકો વેપાર સમજૂતિના પરિણામ સ્વરુપે રાહત થઇ છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપારને લઇને ખેંચતાણનો હાલમાં અંત આવે તેવા કોઇ સંકેત દેખાઈ રહ્યા નથી. વેપાર ડેફિસિટમાં તીવ્ર વધારો થતાં રૂપિયા પર તેની અસર થઇ છે. જૂન ત્રિમાસિક ગાળા માટે જીડીપીના આંકડા શુક્રવારે જારી કરાશે. જીડીપીનો આંકડો ૭.૬ ટકા રહી શકે છે.
૩૧મી માર્ચ ૨૦૧૮ના દિવસે પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથનો આંકડો ૭.૭ ટકા રહ્યો હતો. જુલાઈ ફિસ્કલ ડેફિસિટના આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. તે દિવસે જુલાઈ મહિના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. આરબીઆઈના ફોરેક્સ રિઝર્વના ડેટા પણ શુક્રવારના દિવસે જારી કરાશે જેની રૂપિયા ઉપર સીધી અસર જાવા મળી શકે છે .ડીએચએફએલ દ્વારા તેના બિઝનેસને વધારવા માટે મૂડી ઉભી કરવામાં આવનાર છે. કંપની ખાનગી પ્લેસમેન્ટના આધાર પર બોન્ડ જારી કરીને ૨૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે.
આવી જ રીતે પાવરગ્રીડનું કહેવું છે કે તે બોન્ડ અથવા તો ડિબેન્ચર મારફતે ૨૦૦૦૦ કરોડ ઉભા કરવા શેર હોલ્ડરોની મંજુરી મેળવશે. તેની વાર્ષિક જનરલ બેઠક ૧૮મી સપ્ટેમ્બરના દિવસે મળનાર છે. શેરબજારમાં બુધવારના દિવસે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બીએસઈ સેંસેક્સ ૧૭૪ પોઇન્ટ ઘટીને ૩૮૭૨૩ની નીચી સપાટીએ રહ્યો હતો.નફ્ટી ૪૭ પોઇન્ટ ઘટી ૧૧૬૯૨ની નીચી સપાટીએ રહ્યો હતો.