શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં વધુ એક ત્રાસવાદી આજે સવારે ઠાર કરવામાં આવ્યો હતો. બાંદીપોરા વિસ્તારમાં આ અથડામણ થઇ હતી. સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ તરફથી ગોળીબાર સામ સામે ચાલ્યો હતો. કેટલાક ત્રાસવાદીઓ ફરાર થઇ ગયા હોવાના હેવાલ મળ્યા છે. બીજી બાજુ સુરક્ષા દળો સામે પડકારો વધી ગયા છે. કારણ કે એમ લાગે છે કે કાશ્મીરમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ ઠાર થઇ રહ્યા છે છતાં દરરોજ હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્રાસવાદીઓ સપાટી પર આવી રહ્યા છે. સેના અને સુરક્ષા દળો દ્વારા હાલમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનના કારણે ત્રાસવાદીઓ ફફડી ઉઠ્યા છે. ત્રાસવાદીઓ હવે તેમની હાજરી પુરવાર કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.
સુરક્ષા દળોને જમ્મુ ત્રાસવાદીઓ સામે હાલમાં નિર્ણાયક ઓપરેશન ચાલી રહ્યા છે જેના ભાગરુપે લશ્કરે તોઇબા અને જૈશના ત્રાસવાદીઓ સહિત તમામ આતંકવાદી સંગઠનોમાં ખળભળાટ મચેલો છે. ત્રાસવાદીઓ તેમની યોજનામાં સફળ સાબિત થઇ રહ્યા નથી. ત્રાસવાદીઓ લીડરોન મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. આ વર્ષે ૮૦૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવી ચુક્યા છે. સુરક્ષા દળો અને ખાસ કરીને સેના દ્વારા જારદાર ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ત્રાસવાદીઓ સામે તાજેતરના સમયમાં જારદાર સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓનો જારદાર રીતે સફાયો કરવામાં આવ્યો છે. હાલમાં સ્થિતી એવી થઇ છે કે ત્રાસવાદી સંગઠનમાં લીડર બનવા માટે કોઇ તૈયાર નથી.
જમ્મુકાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મુનવાર્ડમાં પણ ગઇકાલે સવારે થયેલી ભીષણ અથડામણમાં બે ત્રાસવાદીઓ ઠાર થયા હતા. ઠાર કરાયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક અને હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. કલાકો સુધી ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી. માર્યા ગયેલા ત્રાસવાદીઓની ઓળખ હિઝબુલ કમાન્ડર અલ્તાફ અહેમદ દાર અને દાર ઉર્ફે અલ્તાફ કચરુ અને તેના સાથી ઉંમર રશીદ તરીકે કરવામાં આવી હતી. અલ્તાફ અહેમદ બુરહાન વાનીનો નજીકનો સાથી હતો.
હિઝબુલનો આ ત્રાસવાદી કુલગામમાં ડિસ્ટ્રીક્ટ કમાન્ડર તરીકે ઘણા વર્ષોથી સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવી રહ્યો હતો તે કાશ્મીરી યુવાનોને ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ કરવામાં પણ સામેલ રહ્યો હતો. કચરુ ૨૦૧૭માં હિઝબુલના નવા કાશ્મીર ઓપરેશનલ ચીફ અને કમાન્ડર તરીકે સક્રિય હતો. તેના ઉપર ૧૫ લાખ રૂપિયાનું ઇનામ પણ હતું. ત્રાસવાદીઓની સામે પોલીસ, આર્મી સહિત કેન્દ્રીય દળોની ટીમે ઓપરેશન હાથ ધર્યુ હતુ.
કાર્યવાહી દરમિયાન મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. સાવચેતીના પગલારૂપે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. કોઇ પણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે સેવા બંધ કરવામાં આવી હતી.