અમદાવાદ: હવે આવનારા દિવસોમાં ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન ફાયર ફાઇટરના પમ્પ સાથે ફલેમ ગાર્ડ અને સીમેન્ટ-કોંક્રીટના બનેલા મેનહોલના બદલે મજબૂત અને ટકાઉ પ્લાસ્ટિકના મેનહોલ જોવા મળે તેવી શકયતા છે. દેશની જાણીતી અને વન સ્ટોપ પાઇપીંગ સોલ્યુશનમાં નંબર વન કંપની સુપ્રિમ ગ્રુપ દ્વારા ફાયર ફાઇટર માટે ખાસ ફલેમ ગાર્ડ, મેનહોલ સહિતની અદ્યતન અને સુરક્ષિત પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે.
ફાયર ફાઇટરના ફલેમગાર્ડના મુખ્ય ફાયદા એ છે કે, તેમાં પાણીમાં કોઇ બ્લોકેજ નહી રહે, પાણીનો ફલો એકદમ સરળ અને સતત બની રહેશે, વળી, પાઇપમાં કે ફલેમગાર્ડમાં કોઇ કાટ નહી લાગે તેના લીધે આગ બુઝાવવાની-પાણીના સતત છંટકાવની કામગીરી વધુ અસરકારક અને સરળતાથી શકય બનશે. આ જ પ્રકારે પ્લાસ્ટિકના મેનહોલના પણ એટલા જ ફાયદા છે કારણ કે, તેમાં સરળતાથી મેનહોલ સફાઇ માટે સફાઇ કામદાર ઉતરી શકે તે પ્રકારે સીડીઓ બનાવાઇ છે, તેમાં પાણીનો ફલો એકદમ સરળતાથી થઇ શકે અને તેની મજબૂતાઇ અને ટકાઉતા વર્ષો સુધી ટકે તે પ્રકારે આ પ્લાસ્ટિકના મેનહોલ બનાવાયા છે. તો, પાણીનો અવાજ ના સંભળાય તેવી સાઇલેન્ટ પાઇપ્સ અને પ્લાસ્ટિકના પીવીસી ગેસ સિલિન્ડર સહિત સુપ્રીમ ગ્રુપ દ્વારા આ ક્રાંતિકારી પ્રોડ્કટના અમલીકરણ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વિવિધ ઓથોરીટી અને રાજય સરકારના સત્તાવાળાઓ સમક્ષ ચર્ચા-વિચારણાનું આયોજન હાથ ધરાયું છે એમ અત્રે સુપ્રીમ ગ્રુપના જનરલ મેનેજર વિજય મેહનોત અને સિનિયર રિજિયોનલ મેનેજર નિખિલ જાષીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં હાલ પાઇપ્સ માર્કેટનું ઓવરઓલ માર્કેટ આશરે રૂ.દસ હજાર કરોડનું છે, જેમાં ગુજરાતનું માર્કેટ અંદાજે રૂ.એક હજાર કરોડનું છે. પાઇપીંગ ઇન્ડસ્ટ્રીઝમાં સરેરાશ ગ્રોથ રેટ ૯થી ૧૦ ટકાના દરે વધી રહ્યો છે. જેમાં સુપ્રીમ ગ્રુપની વાત કરીએ તો, તે ૧૫ના ગ્રોથ રેટ સાથે દેશમાં હરણફાળ ભરી રહી છે. સુપ્રીમ ગ્રુપ દ્વારા તાજેતરમાં એક નવા કન્સેપ્ટ સાથે પાઇપીંગ ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને આદર્શ પ્લમ્બીંગ સીસ્ટમને લોકો સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. જેમાં સુપ્રીમ ગ્રુપ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયના વિવિધ શહેરોમાં રિટેઇલર્સ, કોન્ટ્રાક્ટર્સ, પ્લમ્બર્સ સહિતના આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને એક મંચ પર લાવી તેઓને નિષ્ણાત-તજજ્ઞો દ્વારા તાલીમ અને પ્રેકટીકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
સુપ્રીમ ગ્રુપના જનરલ મેનેજર વિજય મેહનોત અને સિનિયર રિજિયોનલ મેનેજર નિખિલ જાષીએ વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમે હંમેશા ગ્રાહકોને વિશ્વસનીયતા અને સંપૂર્ણ સંતોષના ધ્યેય સાથે ફર્નીચર, પેટ્રોકેમીકલ્સ, બિલ્ડીંગ-કન્સ્ટ્રકશન સહિતના વિવિધ આઠ ડિવીઝનમાં ઉત્કૃષ્ટ પાઇપ્સ પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવી છે. કંપનીએ સતત સંશોધન અને ઉંડા રિસર્ચના આધારે પ્લાસ્ટિક ફલેમગાર્ડ, પ્લાસ્ટિકના પીવીસી ગેસ સિલિન્ડર, પ્લાસ્ટિકના વિશાળ અને મજબૂત મેનહોલ, સાઇલેન્ડ પાઇપ્સ(પાણીનો અવાજ ના આવે તેવી પાઇપ) સહિતની અનેક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. સુપ્રીમ ગ્રુપ દ્વારા પાણી બચાવો, સ્વચ્છતા અભિયાન સહિતના વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આદર્શોને સાચા અર્થમાં અમલી બનાવવા માટે પણ અનોખી ઝુંબેશ શરૂ કરી છે, જેમાં આદર્શ પ્લમ્બીંગ સીસ્ટમ અને પ્રોપર પાઇપીંગ સહિતની બાબતોને લઇ ખાસ પ્રકારે તાલીમ સેમિનાર યોજાઇ રહ્યા છે.
અમદાવાદ શહેરમાં આજે ૨૨૫ જેટલા રિટેલર્સનો એક ખાસ સેમિનાર યોજાયો હતો, જેમાં તેમને પ્રોપર પ્લમ્બીંગ અને પાઇપીંગ સીસ્ટમ અંગેની બહુ ઉપયોગી જાણકારી-વ્યવહારિક માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. કંપનીએ આદર્શ પ્લમ્બીંગ સીસ્ટમ માટે ખાસ ઇનોવેટીવ સેન્ટર પણ ઉભા કર્યા છે. સુપ્રીમ ગ્રુપ દ્વારા આગામી ત્રણ મહિનામાં ૩૦૦ સેમિનાર મારફતે પાણીનો બગાડ અટકાવવા, પાણી બચાવો-સ્વચ્છતા અભિયાનના કન્સેપ્ટને સાર્થક કરવાના ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે સુપ્રીમ ગ્રુપના ટેકનીકલ હેડ મેહુલ મેહતા અને મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર મહેન્દ્ર જૈન સહિતના મહાનુભાવો ખાસ પ્લાસ્ટિકના રહ્યા હતા.