મુંબઇ: ડોલર સામે રૂપિયામાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે સવારમાં કારોબાર દરમિયાન ડોલરની સામે રૂપિયો ૭૦.૮૨ની નીચી સપાટી પર રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી રૂપિયામાં અફડાતફડી જારી રહી છે. તુર્કીશ ચલણ લીરા અને ચીની ચલણના કારણે ભારતીય રૂપિયામાં દબાણની સ્થિતી રહી છે.
જાણકાર લોકો કહી રહ્યા છે કે ડોલરની સામે રૂપિયો હવે ટુંકમાં સ્થિર થઇ જશે. જો કે આજે સવારે રૂપિયામાં વધુ ઘટાડો થયો હતો. ગઇકાલે બુધવારના દિવસે વેપાર કારોબારના અંતે રૂપિયો ૪૯ પૈસા ઘટીને બંધ રહેતા ખળભળાટ મચી ગયો હતો. ડોલર સામે રૂપિયો ઘટીને ૭૦.૫૯ની રેકોર્ડ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકી ડોલર માટેની જોરદાર માંગણી જાવા મળી હતી. ડોલર માટેની માંગણી બેંકો અને આયાતકારો તરફથી અવિરત રહી હતી. બેંકો અને આયાતકારો તરફથી ડોલર માટેની માંગણી અકબંધ રહી હતી.
ઓઇલ રિફાઈનરી માટેની માંગ અકબંધ રહી હતી. ક્રૂડ ઓઇલની ઉંચી કિંમત જાવા મળી રહી છે.આયાતકારો તરફથી મહિનાના અંતમાં ડોલર તરફથી માંગ જાવા મળે છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં પણ છેલ્લા કેટલાક સેશનમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધારો થઇ રહ્યો છે. આના પરિણામ સ્વરુપે રૂપિયા ઉપર દબાણ આવી રહ્યું છે. ભારતના જીડીપીના આંકડા અને ફિસ્કલ ડેફિસિટના આંકડા શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. રૂપિયા માટેની નજીકની ટર્મ રેન્જ ૭૦.૨૦ સુધી રહી શકે છે.અમેરિકા-મેક્સિકો વેપાર સમજૂતિના પરિણામ સ્વરુપે રાહત થઇ છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપારને લઇને ખેંચતાણનો હાલમાં અંત આવે તેવા કોઇ સંકેત દેખાઈ રહ્યા નથી. વેપાર ડેફિસિટમાં તીવ્ર વધારો થતાં રૂપિયા પર તેની અસર થઇ છે.
દરમિયાન આજે શેરબજારમાં મંદી જારી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેકસ ૩૫ પોઇન્ટ ઘટીને ૩૮૬૮૭ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૯ પોઇન્ટ ઘટીને ૧૧૬૭૩ની નીચી સપાટી પર રહ્યો હતો. જૂન ત્રિમાસિક ગાળા માટે જીડીપીના આંકડા શુક્રવારે જારી કરાશે. , જીડીપીનો આંકડો ૭.૬ ટકા રહી શકે છે. ૩૧મી માર્ચ ૨૦૧૮ના દિવસે પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથનો આંકડો ૭.૭ ટકા રહ્યો હતો. જુલાઈ ફિસ્કલ ડેફિસિટના આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. તે દિવસે જુલાઈ મહિના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. આરબીઆઈના ફોરેક્સ રિઝર્વના ડેટા પણ શુક્રવારના દિવસે જારી કરાશે જેની રૂપિયા ઉપર સીધી અસર જાવા મળી શકે છે.
ડીએચએફએલ દ્વારા તેના બિઝનેસને વધારવા માટે મૂડી ઉભી કરવામાં આવનાર છે. કંપની ખાનગી પ્લેસમેન્ટના આધાર પર બોન્ડ જારી કરીને ૨૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. આવી જ રીતે પાવરગ્રીડનું કહેવું છે કે તે બોન્ડ અથવા તો ડિબેન્ચર મારફતે ૨૦૦૦૦ કરોડ ઉભા કરવા શેર હોલ્ડરોની મંજુરી મેળવશે. તેની વાર્ષિક જનરલ બેઠક ૧૮મી સપ્ટેમ્બરના દિવસે મળનાર છે. શેરબજારમાં ગઇકાલે બુધવારના દિવસે ફરી એકવાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બીએસઈ સેંસેક્સ ૧૭૪ પોઇન્ટ ઘટીને ૩૮૭૨૩ની નીચી સપાટીએ રહ્યો હતો.નફ્ટી ૪૭ પોઇન્ટ ઘટી ૧૧૬૯૨ની નીચી સપાટીએ રહ્યો હતો.