જાકાર્તા: એશિયન ગેમ્સમાં ભારતનો શાનદાર દેખાવ દસમાં દિવસે પણ જારી રહ્યો હતો. આજે એથ્લિટ મનજીતસિંહે ટ્રેક ઉપર ધૂમ મચાવી હતી અને એશિયન ગેમ્સમાં પુરુષોની ૮૦૦ મીટર દોડમાં પ્રબળ દાવેદાર ગણાતા પોતાના જ સાથી જિનસન જાન્સનને પાછળ છોડીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ભારતે આ સ્પર્ધામાં બે મેડલ જીત્યા હતા જેમાં ગોલ્ડ અને સિલ્વરનો સમાવેશ થાય છે. મનજીતને મેડલ માટે દાવેદાર ગણવામાં આવી રહ્યો ન હતો પરંતુ મનજીતે અનુભવી જાન્સનને પાછળ છોડીને એક ૧-૪૬.૧૫ સેકન્ડનો સમય કાઢીને શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. જ્યારે એશિયન ચેમ્પિયનશીપમાં મેડલ વિજેતા જાન્સનને એક મિનટ ૪૬.૩૫ સેકન્ડનો સમય લાગ્યો હતો.
સ્ટાર ભારતીય બેડમિંટન ખેલાડી પીવી સિંધૂએ બેડમિંટનમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં હારી ગઈ હતી છતાં ઇતિહાસ સર્જ્યો હતો. વર્લ્ડ નંબર એક ખેલાડી તાઈ જુ સામે સીધા સેટોમાં તે હારી ગઈ હતી પરંતુ સિલ્વર મેડલ જીત્યો હતો. આની સાથે જ એશિયન ગેમ્સમાં સિલ્વર જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ હતી. સેમિફાઇનલમાં સાયના નેહવાલને હરાવનાર તાઈ ઝુએ જારદાર રમત રમી હતી. આ પહેલા પીવી સિંધુએ ૧૮મા એશિયન ગેમ્સમાં સોમવારે બેડમિંટનની સેમીફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીને ૨૧-૧૭, ૧૫-૨૧, ૨૧-૧૦થી હરાવી દીધી. સિંધુ એશિયાડમાં બેડમિંટનના ૫૬ વર્ષના ઈતિહાસમાં ફાઇનલ મુકાબલામાં સ્થાન મેળવાનારી પહેલી ભારતીય બની.
અન્ય રમતોમાં પણ ભારતનો દેખાવ આજે જારી રહ્યો હતો. તિરંદાજીમાં ભારતીય મહિલા અને પુરુષ ટીમોએ સિલ્વર મેડલ જીત્યા હતા. ભવ્ય દેખાવની સાથે જ ભારતે હવે એશિયન ગેમ્સમાં હજુ સુધી નવ ગોલ્ડની સાથે કુલ ૪૯ ચંદ્રક જીતી લીધા છે. ગઇકાલે નવમાં દિવસે એÂથ્લટ નિરજ ચોપડાએ ઇતિહાસ રચીને જેવલિંગ થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. ૨૦ વર્ષના નિરજે જારદાર દેખાવ કરીને ભારતીય ચાહકોને રોમાંચિત કરી દીધા હતા. આ સ્પર્ધામાં એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ભારતને ગોલ્ડ મળ્યો હતો. ૧૯૮૨માં ગુરતેજસિંહે જ્વેલિંગમાં બ્રોન્ઝ જીત્યો હતો.
હરિયાણાના પાનીપતમાં જન્મેલા ચોપડા એશિયનની ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટીમના ધ્વજવાહક તરીકે રહ્યો હતો. નિરજે ત્રીજા પ્રયાસમાં ૮૮.૦૬ મીટર જ્વેલિંન ફેંકીને ગોલ્ડ જીત્યો હતો. ભારતે કુલ પાંચ મેડલ જીત્યા હતા. મોદીએ નિરજ ચોપડાને શુભેચ્છા પાઠવી હતી. અગાઉ આજે લંડન ઓલિÂમ્પકમાં બ્રોન્ઝ જીતનાર સાયનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો તો. ત્યારબાદ એÂથ્લટ ધારુન અય્યાસામી, સુધા સિંહ અને નિના વર્કીલે સિલ્વર જીત્યા હતા. આ ત્રણેયે ક્રમશઃ ૪૦૦ મીટર વિÎન દોડ, ૩૦૦૦ મીટર સ્ટીફલ ચેસ અને લોંગ જમ્પમાં સિલ્વર જીત્યા હતા.